તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 50 50 Thousand Rupees Assistance To The Family Of The Deceased In Vadodara Accident, Tribute Was Paid To 11 Victims Of Ahir Samaj Of The City

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:વડોદરા અકસ્માતમાં મોતને ભેટનારાના પરિવારને 50-50 હજાર રૂપિયાની સહાય, શહેરના આહિર સમાજના 11 મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરાની વાઘોડિયા ચોકડી પર થયેલી ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલા સુરત આહિર સમાજના 11 લોકોને આહીર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મૃતકોના પરિવારોને આર્થિક સહાય પેટે 50-50 હજારની રોકડ સહાય આપવામાં આવી હતી.

એ સાથે જ ઇજાગ્રસ્ત પરિવારોને પણ સમાજ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી હતી. પર્વત પાટિયા આઇમાતા ચોક ખાતે આવેલ એસ.એમ.સી.ના કોમ્યુનીટી હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આહિર સમાજનાં આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ પ્રજાપતિ સમાજ, સૌરાષ્ટ્ર પટેલ સમાજ, ગઢવી સમાજ, ભરવાડ સમાજ, લુહાર સમાજ, કોળી સમાજ સહિત અન્ય સમાજના આગેવાનોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો