તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જવાબદાર કોણ?:જસદણના આટકોટમાં વીજ થાંભલાને સ્પર્શતા જ 5 વર્ષના બાળકને શોક લાગ્યો, ઘટનાસ્થળે જ મોત

રાજકોટએક દિવસ પહેલા
  • કૉપી લિંક
ભવ્ય રાદડિયાની ફાઈલ તસવીર
  • એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોક, જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ

જસદણ તાલુકાના આટકોટમાં ગાયત્રીનગરમાં રમતા રમતા 5 વર્ષનો બાળક વીજ થાંભલાને અડી જતા શોક લાગ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. લોકોની માંગ છે કે તાત્કાલિક જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

બાળક રમતા રમતા વીજ થાંભલાને અડી જતા શોક લાગ્યો
ઘટનાની વિગત અનુસાર સાણથલી રહેતા વિજયભાઈ રાદડિયાનો પુત્ર ભવ્ય રાદડિયા આટકોટ તેના મામાનાં ઘરે આવ્યો હતો. તે તેની બહેન સાથે શેરીમાં બાળકો સાથે રમી રહ્યો હતો. તે દરમિયાન બાજુમાં આવેલા વીજ થાંભલાને અડી જતાં શોક લાગ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે જસદણ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. જેથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે.

બેદરકારો સામે કાર્યવાહી કરવા માંગ
એકના એક પુત્રના મોતથી રાદડિયા પરિવારમાં શોક છવાઈ ગયો છે. ગાયત્રીનગરમાં આ બનાવ બનતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ સાથે જ બેદરકારી સામે પગલાં ભરવા જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે.

(કરસન બામટા-આટકોટ)

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો