• Home
  • Youth Zone
  • Achievement
  • 5 year old Aashman from Hyderabad strikes 1,200 taekwondo for 1 hour continuously, making a Guinness world record

સિદ્ધિ / હૈદરાબાદના 5 વર્ષીય આશમને સતત 1 કલાક સુધી 1200 તાઈક્વાન્ડો સ્ટ્રાઇક કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો

5-year-old Aashman from Hyderabad strikes 1,200 taekwondo for 1 hour continuously, making a Guinness world record
5-year-old Aashman from Hyderabad strikes 1,200 taekwondo for 1 hour continuously, making a Guinness world record

  • આશમનને USA વર્લ્ડ ઓપનમાં તાઈક્વાન્ડો માટે રજત પદક પણ મળ્યો
  • બહેનને પ્રેરણા માને છે અને તેની પાસેથી તાલીમ લે છે

Divyabhaskar.com

Jan 14, 2020, 11:53 AM IST

યૂથ ઝોન ડેસ્કઃ હૈદરાબાદના આશમન તનેજાએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને સન્માન અપાવ્યું છે. આશમને સતત 1 વર્ષ સુધી ફુલ કોન્ટેક્ટ ની તાઈક્વાન્ડો સ્ટ્રાઇક કરીને ગિનીસવર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. તાઈક્વાન્ડો કોરિયન માર્શલ આર્ટ છે. તેમાં હેડ હાઈટ કિક્સ, જમ્પિંગ, સ્પિનિંગ કિક્સ અને ફાસ્ટ કિકિંગ ટેકનીક સામેલ છે.

5 વર્ષીય આશમને સ્પિનિંગ કિક્સ કેટેગરીમાં આ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. આશમન નાની વયેથી સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં અવ્વ્લ રહ્યો છે. આશમને 1 કલાકમાં સર્વાધિક સ્ટ્રાઇક માટે પ્રયાસ કર્યો હતો. તેણે 1 કલાકમાં અટક્યા વગર સતત 1200થી વધારે સ્ટ્રાઇક મારી છે.

આશમનની પ્રેરણા
આશમનની બહેન પણ તાઈક્વાન્ડો પ્લેયર છે. તેની બહેને જ આશમનને ટ્રેનિંગ આપી છે. બહેનના નામે 2 વર્લ્ડ રેકોર્ડ છે. તે જોઈને આશમને પોતાને નામ નવા રેકોર્ડ્સ કરવાની પ્રેરણા મળી છે. આશમન તેની બહેનને ગુરુ માને છે.

સિદ્ધિ
નાની વયે તાઈક્વાન્ડોમાં પોતાની પકડ જમાવનાર આશમનને USA વર્લ્ડ ઓપનમાં તાઈક્વાન્ડો માટે રજત પદક પણ મળ્યો છે.આશમન તાઈક્વાન્ડો પ્લેયર સાથે એથ્લિટ પણ છે.

આશમનના પિતા આશિષ તનેજાના જણાવ્યા અનુસાર, આશમને આ રેકોર્ડ પોતાને નામ કરવા માટે સખત મહેનત કરી છે. આ અવોર્ડ હાંસલ કરનાર ખેલાડીઓમાંથી આશમન સૌથી નાની વયનો છે. આશમન બીજા ગિનીસ વર્લ્ડ રેકોર્ડની પણ તૈયારીઓ કરી રહ્યો છે.

X
5-year-old Aashman from Hyderabad strikes 1,200 taekwondo for 1 hour continuously, making a Guinness world record
5-year-old Aashman from Hyderabad strikes 1,200 taekwondo for 1 hour continuously, making a Guinness world record

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી