વુમન્સ IPLની 5 ટીમ BCCI 25 જાન્યુઆરીએ બહાર પાડી શકે છે. BCCIએ અમદાવાદ સહિત દેશના 10 શહેરોને શોર્ટલિસ્ટ કર્યા છે. ફ્રેન્ચાઇઝી માલિકોએ ટીમ ખરીદવા માટે પોત-પોતાની રકમ BCCIને મોકલી દીધી છે. 25 જાન્યુઆરીએ બધી જ ફ્રેન્ચાઇઝીના નામો ખુલશે. ત્યારે જ પાંચેય ટીમના નામ ફાઈનલ થશે.
વુમન્સ પ્લેયરનું ફ્યુચર નક્કી કરશે ટીમ
BCCIની સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે સૌથી વધુ બોલી લગાવનાર ફ્રેન્ચાઇઝીને જ ટીમ આપવામાં આવશે. મહિલા ખેલાડીઓના ફ્યુચર અને ગ્રોથને જોઈને નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઇઝી માલિકોએ ટીમના ભવિષ્ય પર પ્લાનિંગ માગી છે. આ પછી જ છેલ્લો નિર્ણય લેવાશે.
આ 10 શહેર થયા શોર્ટલિસ્ટ
BCCIએ હાલ 10 શહેરોને વુમન્સ IPL માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આમાંથી 5 ટીમ બનશે, જે ટૂર્નામેન્ટ રમશે. શહેરમાં અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ), કોલકાતા (ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ), બેંગલુરુ (એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ), ચેન્નાઈ (એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ), દિલ્હી (અરુણ જેટલી સ્ટેડિયમ), લખનઉ (અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ), અને મુંબઈ વાનખેડે, બ્રેબોર્ન, DY પાટીલ સ્ટેડિયમ)ના નામ છે.
મુંબઈમાં 3 સ્ટેડિયમ કેમ?
9 શહેરોમાં એક-એક સ્ટેડિયમ સિલેક્ટ કરવામાં આવ્યા છે. પરંતુ મુંબઈમાં 3 સ્ટેડિયમના નામ છે. આમાંથી કોઈ એક સ્ટેડિયમને ફાઈનલ કરવામાં આવશે. ટૂર્નામેન્ટ વખતે ઉપલબ્ધતા જોઈને સ્ટેડિયમ સ્વિચ કરવામાં આવશે. ઈન્દોર, ધર્મશાલા અને ગુવાહાટીને છોડીને બધા જ 7 શહેરોને આની પહેલા મેન્સ IPLના હોમ ગ્રાઉન્ડનો દરજ્જો મળી ચૂક્યો છે.
માર્ચમાં થશે વુમન્સ IPL
તાજેતરમાં, BCCIએ મહિલા IPLની ટીમને ખરીદવા માટે ટેન્ડરના દસ્તાવેજો જાહેર કર્યા હતા. જેની કિંમત લગભગ 5 લાખ રૂપિયા હતી. એક ફ્રેન્ચાઇઝી માલિક પણ એક કરતાં વધુ શહેરમાંથી ટીમ ખરીદવા માટે બિડ કરી શકે છે. જો કે, એકવાર બિડ ફાઈનલ થઈ ગયા પછી ફ્રેન્ચાઇઝી માલિકને માત્ર એક જ ટીમ મળશે. આ ટીમ ઓછામાં ઓછી 10 સિઝન સુધી રહેશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 5 ટીમની વુમન્સ IPL 5થી 26 માર્ચ સુધી રમાઈ શકે છે. વુમન્સ IPL પુરી થયા પછી મેન્સ IPL શરૂ થવાની શક્યતા છે.
શરૂઆતના 3 સિઝનમાં 22 મેચ થશે
2023-2025 સુધી વુમન્સ IPL સિઝનનું ફોર્મેટ નક્કી થઈ ગયું છે. લીગ ફેઝમાં બધી જ ટીમ એક ટીમની સામે 2-2 મેચ રમશે. આવી રીતે 20 મેચ થશે. પોઇન્ટ્સ ટેબલમાં પહેલા નંબરે રહેનારી ટીમ ફાઈનલમાં સ્થાન લેશે. જ્યારે બીજા અને ત્રીજા નંબરે રહેનારી ટીમ એલિમિનેટર મેચ રમશે. આમાંથી જે જીતશે, તે ફાઈનલમાં જગ્યા બનાવશે.
2 નોકઆઉટ મેચને મળાવીને 5 ટીમની વચ્ચે કુલ 22 મેચ થશે. 2026ની સિઝનથી વુમન્સ IPLમાં 33-34 મેચ થશે. જોકે હજું સુધી BCCIએ આ વિશે ડિટેઇલમાં કોઈ ફોડ પાડ્યો નથી.
3 દેશમાં છે વુમન્સ ફ્રેન્ચાઇઝી
ભારતની પહેલા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વુમન્સ લીગ શરૂ કરી દીધી છે. ઇંગ્લેન્ડમાં 8 ટીમની 'ધ હન્ડ્રેડ વુમન' ટૂર્નામેન્ટ હોઈ છે. તો ઓસ્ટ્રેલિયામાં 'વુમન્સ બિગ બેશ લીગ' હોઈ છે. ભારતમાં વુમન્સ IPLની પહેલા T20 ચેલેન્જર્સ ટ્રોફીના નામથી 3 ટીમની ફ્રેન્ચાઇઝી ટ્રાઈ સિરીઝ રમાશે. 2018થી રમાઈ રહેલી આ ટ્રોફી 2022 સુધી રમાઈ હતી. જેમાં 4 મેચ રમાતી હતી. પરંતુ વુમન્સ IPLમાં 22 મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.