તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:કિડાણાના રામ મંદિરમાંથી 49 હજારની મત્તા ચોરાઇ, સોનાના 8 હાર, પિત્તળની મૂર્તિઓ તસ્કરો ઉપાડી ગયા

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ નજીક આવેલા કિડાણામાં તસ્કરોએ આજે સવારે રામ મંદિરમાં ચોરીને અંજામ આપી રૂ.49 હજારની કિંમતના સોનાના હાર, મૂર્તિઓ, આરતી, ચાંદિનો વિંઝણો ઉપાડી ગયા હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. મુળ જામનગરના હાલે કિડાણાના લોહાણાવાસમાં આવેલા રામ મંદિરના પૂજારીને રહેવાના મકાનમાં રહે છે. તેમણે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ શિપિંગ કંપનીમાં નોકરી સાથે આ મંદિરની સેવા પૂજા પણ કરે છે ગત સવારે નત્ય ક્રમ મુજબ મંદિરમાં સેવા પૂજા કરી તેઓ નોકરી ગયા હતા.

બપોરે તેમના પત્ની ભારતીબેને ભગવાનને થાળ ધરાવી મંદિર બંધ કર્યું હતું. ફરી સાંજે ચાર વાગ્યે મંદિર દર્શનાર્થે ખુલ્યું હતું. સાંજના નિત્યક્રમ મુજબ પૂજન અર્ચન બાદ આઠ વાગ્યે મંદિર બંધ કર્યું હતું. આજે સવારે પૂજા માટે મંદિર પાસે ગયા ત્યારે રોડ તરફનો દરવાજો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતાં કોઇ અજાણ્યા ઇસમે મંદિરનોદ મુખ્ય દરવાજો તોડી ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીના સોનાનો લેપ ચડાવેલ 1 ગ્રામના 8હાર, મંદિરમાં સ્થાપિત અલગ અલગ ભગવાનની છ પિત્તળની મૂર્તિઓ, પિત્તળની ત્રણ આરતીઓ,ચાંદીના વિંઝણા સહિત કુલ રૂ.49,200 ની મત્તા ચોરી થઇ હોવાનો ખ્યાલ આવતાં મંદિરના ટ્રસ્ટી કિર્તીભાઇ આથા અને કિશોરભાઇ ઠક્કરને જાણ કરતાં તેઓ આવ્યા હતા અને આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકે તેમણે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો