તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કામગીરી:આણંદ જિલ્લામાં વીજચોરોને ઝડપી 4.77 લાખ દંડ ફટકાર્યો, આણંદ, બોરસદ, તારાપુર, પેટલાદમાં દરોડા પાડ્યાં

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જીલ્લા MGVCLના સુત્રોના જણાવ્યા અનુસાર વીજ ધારકો દ્વારા વીજ ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને અટકાવવાના ભાગરૂપે આણંદ, પેટલાદ, બોરસદના સબ ડિવિઝનની ટીમો બનાવી વહેલી સવારે દરોડા પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં આણંદ, બોરસદ સહિત ગ્રામ્ય વિસ્તાર,પેટલાદ,તારાપુર,આણંદ ગ્રામ્ય વિસ્તારના જુદા-જુદા ગામડાઓમાં ઘર વપરાશ, કોમર્શિયલ સહિત ખેતી વિષયકના કુલ 70 જેટલા વિજ મીટરો ચેકિંગ કરવામાં આવ્યા હતા.

જે તપાસ દરમ્યાન ડાયરેકટ,લંગર નાંખીને કરવામાં આવતી વિજ ચોરી,વિજ તાર પર આંકડા નાંખીને કરવામાં આવતી વિજચોરી,ખેતરોમાં કૂવાની મોટર ચાલુ કરવા માટે સિંગલ ફેઝ હોય તેને તેટા ભરવાની પણ પાણીની મોટરો ચલાવવામાં આવતી હતી. જેવા અવનવા નુશખાઓ અપનાવતા 12 જેટલા વિજ ચોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા.વિજ ચોરી બદલ અધિનિયમ અન્વયે રૂા.4.77 લાખ દંડ ફટકાર્યો હતો. આણંદ જિલ્લા પણ વિજીલન્સની ટીમો બનાવી વિજચોરી થતી અટકાવવાના દિન- પ્રતિદીન ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આમ MGVCL દ્વારા 7 જેટલી ટીમો બનાવી ઠેર-ઠેર વહેલી સવારથી જ દરોડા પાડવામાં આવતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો