તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઈરસ:14 સેક્ટર, 6 પાલિકા વિસ્તાર તથા 14 ગામના 47 લોકો સંક્રમિત

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 3 આધેડ અને 2 વૃદ્ધ સહિત 5 દર્દીઓના મોતથી કુલ આંકડો 188એ પહોંચ્યો
  • વધુ 31 દર્દીને રજા અપાતા કુલ 2429 કોરોનામુક્ત થયા

જિલ્લાના નવા 47 કેસમાં મહાનગર પાલિકાના 14 સેક્ટરોના અને માણસા, કલોલ અને દહેગામ નગરપાલિકા 6 વિસ્તારના અને 14 ગામડાની કુલ 47 વ્યક્તિઓ સંક્રમિત થઇ છે. જોકે છેલ્લા ત્રણ દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 40ને પાર જતા માત્ર બે દિવસમાં જ 100 કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે વધુ 31 દર્દીઓને રજા આપતા સાજા થનાર વ્યક્તિઓનો આંકડો પણ 2400ને પાર થતાં 2429 વ્યક્તિઓ કોરોનામાંથી મુક્ત થયા છે.

ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ 5 દર્દીઓના મોત થતાં કુલ આંકડો 188એ પહોંચ્યો છે. વલાદના 65 વર્ષીય અને નારદીપુરના 89 વર્ષીય વૃદ્ધ તો કલોલના 50 વર્ષીય, વાવોલના 54 વર્ષીય અને સેક્ટર-5ના 58 વર્ષીય આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કોરોનાથી સંક્રમિત થનાર આર્મીમેન, ચેરમેન, શિક્ષિકા, સિનિયર આસિસ્ટન્ટટ, સિનિયર એડ્યુકેટીંગ સહિત સંક્રમિત થયા છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 18 અને ગાંધીનગર તાલુકામાંથી 19, કલોલમાંથી 6, દહેગામમાંથી 3 અને માણસામાંથી 1 કેસ નોંધાયો છે.

મનપા વિસ્તારના 14 સેક્ટરની કુલ 18 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઇ
મનપા વિસ્તારમાંથી નવા 18 કેસમાં સેક્ટર-2ના 65 વર્ષીય અને સેક્ટર-6ના 79 વર્ષીય વૃદ્ધ તો સેક્ટર-29ના 49 વર્ષીય લેબર કોન્ટ્રાક્ટર તથા સેક્ટર-20ના મધુર ડેરીના 33 વર્ષીય સિનિયર એડ્યુકેટીંગ તેમજ સેક્ટર-7ના 59 વર્ષીય ગૃહિણી સંક્રમિત થતાં હોમ આઇસોલેશન સારવાર લે છે. જ્યારે સેક્ટર-19ના જીપીએસસીના 46 વર્ષીય ચેરમેન અને સેક્ટર-20ના પોલીસ ભવનના 35 વર્ષીય કર્મચારી તો સેક્ટર-22ના 56 વર્ષીય શિક્ષિકા તથા સેક્ટર-5ના આરોગ્ય વિભાગના 39 વર્ષીય સિનિયર આસિસ્ટન્ટટ તેમજ સેક્ટર-3ના પોલીસ ભવનના 38 વર્ષીય ડીએસપી ઉપરાંત સેક્ટર-3-એ-ન્યુના પ્રાંતિજ એલઆઇસીના 45 વર્ષીય કર્મચારી અને સેક્ટર-4ના 48 વર્ષીય ડ્રાયવરે હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે.

લોકોને કેવી રીતે બચાવવા તેની તંત્રમાં ખાસ ચિંતા
તેની સામે સેક્ટર-22ના માહિતીખાતાના 57 વર્ષીય ડેપ્યુટી ડાયરેક્ટર અને સેક્ટર-3ના 82 વર્ષીય વૃદ્ધ તો જીઇબીની પેથાપુરની ઓફિસના 32 વર્ષીય કર્મચારી તેમજ સેક્ટર-24ના 74 વર્ષીય વૃદ્ધ અને સેક્ટર-14ના બરોડા જિલ્લા કોર્ટના 29 વર્ષીય આસિસ્ટન્ટટ સંક્રમિત થતાં હોસ્પિટલમાં દાખલ કર્યા છે. કોરોનામાં સપડાયેલી વ્યક્તિઓના પરિવારના 57 લોકોનેે કોરન્ટાઇન કર્યા છે.શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમા છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતીમાં લોકોને કેવી રીતે તેનાથી બચાવવા તેની તંત્રમાં ખાસ ચિંતા જોવા મળી રહી છે,અને આવી બીમારીનો શિકાર બની ન જવાય તે અંગે માર્ગદર્શન આપવામા આવી રહ્યુ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો