તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:ઉ.ગુ.માં 4.93 લાખ હેક્ટર સાથે સિઝનની 45.87 ટકા રવી વાવણી પૂરી: મહેસાણામાં 61 હજાર હેક્ટરમાં વાવેતર

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત ચોમાસામાં સારા વરસાદ અને સારા ભાવના કારણે ખેડૂતોનો વાવેતર માટેનો ઉત્સાહ વધ્યો

સારા વરસાદ અને સારા ભાવના કારણે રવી વાવણીમાં ખેડૂતોનો ઉત્સાહ વધ્યો છે. 10.76 લાખ હેક્ટરના અંદાજ સામે સિઝનનું 45.87 ટકા એટલે કે 4.93 લાખ હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે. આ વખતે ખેડૂતોએ ચણા, રાઇ અને બટાકાના પાકને વધુ પ્રાધાન્ય આપ્યું છે.ગત વર્ષની રવિ સિઝનમાં કૃષિ વિભાગે 10.43 લાખ હેક્ટરમાં વાવણી થવાનો અંદાજ મૂક્યો હતો. પરંતુ ચોમાસાના સારા વરસાદના કારણે ચાલુ સાલની રવી સિઝનમાં 33 હજાર હેક્ટર વધુ વાવણી થવાના અંદાજ સાથે 10.76 લાખ હેક્ટરનો અંદાજ મૂકાયો છે. અત્યાર સુધીમાં 4.93 લાખ હેક્ટર એટલે કે સિઝનની 45.87 ટકા વાવણી પૂરી થઇ છે.

5 જિલ્લાની વાવણીની સ્થિતિ જોઇએ તો, સિઝનની 62.38 ટકા સાથે બનાસકાંઠાની 3.04 લાખ હેક્ટરની વાવણી સૌથી મોખરે છે. 36.48 ટકા વાવણી સાથે પાટણમાં 64 હજાર હેક્ટર, સિઝનની 36.28 ટકા વાવણી સાથે મહેસાણામાં 61 હજાર હેક્ટર, સિઝનની 34.52 ટકા વાવણી સાથે અરવલ્લીમાં 40 હજાર હેક્ટર અને સિઝનની 18.12 ટકા વાવણી સાથે સાબરકાંઠામાં 22 હજાર હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે.

ગત વર્ષથી 42,312 હેક્ટરમાં વધુ વાવણી

જિલ્લો22/11/201919/11/2020વધ-ઘટ
મહેસાણા6177161736-35
પાટણ63484648711387
બનાસકાંઠા28981830412014302
સાબરકાંઠા16365225106145
અરવલ્લી200374055020513
કુલ45147549378742312

મુખ્ય પાકોની વાવણીમાં થયેલો ફેરફાર

પાક22/11/1919/11/20વધ-ઘટ
ઘઉં5648656923437
મકાઇ57275094-633
ચણા116433621024567
રાઇ14941716711617699
તમાકુ88947536-1358
જીરૂ4309933185-9914
વરિયાળી106376378-4259
બટાકા445685556710999
શાકભાજી1215011248-902
ઘાસચારો951001006595559

(નોંધ : વાવેતર હેક્ટરમાં)

​​​​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો