ગુજરાત / ACBમાં પોસ્ટિંગ મેળવનારા 44 પીઆઇને ભ્રષ્ટાચારીઓને પકડવા ખાસ ટ્રેનિંગ અપાઇ

ફાઇલ તસવીર.
ફાઇલ તસવીર.

  • ફોરેન્સિક યુનિવર્સિટીમાં ટ્રેપ ગોઠવવા, પુરાવા એકત્રિત કરવા 5 દિવસની તાલીમ યોજાઇ

Divyabhaskar.com

Dec 09, 2019, 07:11 AM IST

અમદાવાદ: ભ્રષ્ટાચારી બાબુઓને પકડવા માટે ગુજરાત એસીબી લાંબા સમયથી સક્રિય થયું છે. પરંતુ એસીબીમાં લાંબા સમયથી પીઆઈઓની 50 ટકા કરતાં પણ વધારે જગ્યા ખાલી હતી. જો કે તાજેતરમાં પીએસઆઈમાંથી પ્રમોશન લઇને પીઆઈ બનેલા 350 અધિકારીઓમાંથી 44 પીઆઈને એસીબીમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આટલું જ નહીં આ 44 પીઆઈઓને ભ્રષ્ટાચારી બાબુઓને પકડવા માટે 5 દિવસની ખાલ તાલીમ આપવામાં આવી હતી.
એસીબીમાં પોસ્ટિંગ મેળવનારા 44 પીઆઈ માટે 5 દિવસની તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં ખાસ કરીને પીઆઈઓને ભ્રષ્ટાચારી બાબુઓને પકડવા ટ્રેપ કેરી રીતે ગોઠવવી તેમજ તેમની વિરુદ્ધ વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે પુરાવા એકત્રિત કરવા તેની તાલીમ આપવામાં આવી હતી. ગુજરાત ફોરેન્સિક યુનિ. ખાતે ગુજરાત ફોરેન્સિક યુનિ.ના ડાયરે્ક્ટર જનરલ જે.એમ.વ્યાસ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

X
ફાઇલ તસવીર.ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી