તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કર્ફ્યૂમાં બહાર નીકળેલા 44 પોલીસની નજરે ચડી ગયા

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામા ભંગના 119 ગુના નોંધાયા

શહેરમાં કોરોનાની મહામારીનો બીજો તબક્કો શરૂ થતાં તંત્ર ફરી સક્રિય થયું છે અને શહેરીજનોને સંક્રમિત બનતા અટકાવવાના ભાગ રૂપે શનિવાર રાત્રીના નવથી સવારના છ સુધી કર્ફ્યૂ લાદી લોકોને ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી છે. શનિવારની પહેલી રાતે શહેરના વિવિધ વિસ્તારોમાં તૈનાત પોલીસે થોડી નરમાશ રાખી હતી. તેમ છતાં લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળી ટહેલવા નીકળી પડ્યા હતા. જેથી પોલીસે કામ વગર ઘરની બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરનાર 44 લોકોને શહેરના વિવિધ વિસ્તારોમાં પકડી તેમની સામે કાર્યવાહી કરી છે. કોરોનાની મહામારીને ધ્યાને રાખી પોલીસ કમિશનર દ્વારા વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તેનું પણ ઉલ્લંઘન કરતા મળી આવતા પોલીસે જાહેરનામા ભંગ અંગેના કુલ 119 ગુના નોંધ્યા છે. જેમાં નવ વાગ્યા પછી નાસ્તાની રેંકડી, દુકાનો ખુલ્લી રાખનાર છ વેપારી, ટુ વ્હિલર, ફોર વ્હિલર, ઓટો રિક્ષા સહિતના વાહનોમાં નિયત કરતા વધુ લોકોને બેસાડનાર 45 ચાલકો સામે, તદઉપરાંત નાસ્તા સહિતની દુકાનોમાં લોકોની ભીડ એકઠી કરી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર 21 વેપારી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. એટલું જ નહીં પોલીસના જુગાર દરોડા સમયે પત્તાં રમતા લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોય તેમની સામે કાર્યવાહી કરી છે. તેમજ માસ્ક ન પહેરનાર 7 વ્યક્તિ દંડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો