તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ડર:SSCની પરીક્ષામાં 1097માંથી 415 ઉમેદવાર ગેરહાજર રહ્યા

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના ડરથી લોકોએ પરીક્ષા આપવાનું ટાળ્યું
  • ઓછી હાજરીથી પરિણામ પર અસર થવાની શક્યતા

રવિવારે યોજાયેલી સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષામાં પણ કર્ફ્યૂ અને કોરોનાની અસર દેખાઇ હતી. પરીક્ષામાં રજીસ્ટર્ડ થયેલા 1097 ઉમેદવારોમાંથી 415 ગેરહાજર રહ્યાં હતા. શહેરમાં એસસીસીની પરીક્ષા માટે ચાર સ્કૂલો પસંદ કરાઇ હતી. ચાર સ્કૂલોમાં કુલ 1097 ઉમેદવારો પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી 682 ઉમેદવારો હાજર હતા,જ્યારે 415 ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતા.

તજજ્ઞોના મતે, જાહેર પરીક્ષામાં સામાન્ય રીતે 10 ટકા ઉમેદવારો ગેરહાજર રહેતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના ડર અને કર્ફ્યૂને કારણે મોટી સંખ્યામાં ઉમેદવારો ગેરહાજર રહ્યાં છે. જેની અસર વિદ્યાર્થીઓના પરિણામ પર પણ થશે. કારણ કે આ વખતે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવાનો પૂરતો સમય મળ્યો હતો. જેથી પરિણામ ઊંચું જવાની શક્યતા હતી. પરંતુ હવે હાજર ઉમેદવારોની ઓછી સંખ્યા પરિણામ પર અસર કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો