કોરોના / 40 અમદાવાદીઓ સ્પોર્ટ્સ કલબમાં ક્વોરોન્ટાઇનમાં, મોટાભાગના વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ

40 ahmedabadi quarantine in sports clubs of ahmedabad, mostly students

દિવ્ય ભાસ્કર

Mar 20, 2020, 05:51 PM IST

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાઇરસના પાંચ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય અને કોર્પોરેશન તંત્ર દોડતું થઈ ગયું છે. વિદેશથી આવેલા તમામ લોકોને હોમ અથવા સરકારી ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં નવરંગપુરા સ્પોર્ટ્સ કલબ અને ખાનગી હોટલમાં ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવી રહ્યા છે. નવરંગપુરાની સ્પોર્ટ્સ કલબમાં 40 લોકોને ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. DivayBhaskarએ આ સ્પોર્ટ્સ કલબમાં ક્વોરોન્ટાઇનમાં રહેતા લોકો કઈ રીતે રહે છે અને તેઓ વિશે જાણકારી મેળવી હતી.

એકપણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો નથી
40 લોકોમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે, જેઓ વિદેશમાં અભ્યાસ માટે ગયા હોય અને અમદાવાદ પરત આવ્યા છે. કેટલીક મહિલાઓ અને સિનિયર સિટીઝન પણ તેમા સામેલ છે. પ્રથમ દિવસે આ તમામ લોકોએ રહેવા માટે આનાકાની જેવું કર્યું હતું, તેમજ ઘર જેવું વાતાવરણ મળ્યું ન હતું. જો કે બીજા દિવસ બાદ ધીરે ધીરે તેઓ 14 દિવસ રહેવા માટેની પ્રક્રિયામાં સેટ થઈ ગયા હતા. સ્પોર્ટ્સ કલબમાં તેઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી છે. ક્લબમાં રિક્રિએશનની તમામ સુવિધાઓ હોવાથી તેઓ એક્ટિવિટી કરી સમય પસાર કરી રહ્યા છે. તમામ 40 લોકો 14 દિવસ સુધી તેમના પરિવારજનોને મળી શકશે નહીં. એકપણ વ્યક્તિમાં કોરોના વાઇરસના લક્ષણો જણાયા નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેઓને ક્વોરોન્ટાઇનમાં રાખવામા આવ્યા છે.

X
40 ahmedabadi quarantine in sports clubs of ahmedabad, mostly students

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી