બેન્કોની ‘લુટારી ગેંગ’  / સુપ્રીમના આદેશનાં 4 વર્ષ પછી RBIએ 50 હજાર કરોડ ચાઉં કરનારા 30 મોટા બેન્ક ડિફોલ્ટરોની યાદી જાહેર કરી  

RBIની ફાઇલ તસવીર
RBIની ફાઇલ તસવીર

  • એક બાજુ  ડિફોલ્ટરોની વધતી યાદી, બીજી બાજુ લોન ‘ખેરાત’ વધતી રહી છે
  • 11 હજાર કંપની પાસે 1.61 લાખ કરોડ બાકી

Divyabhaskar.com

Nov 22, 2019, 01:13 AM IST
નવી દિલ્હી: રિઝર્વ બેન્કે સુપ્રીમકોર્ટના આદેશનાં 4 વર્ષ પછી બેન્ક ડિફોલ્ટરોની યાદી જાહેર કરી છે. આ તમામ વીલફુલ ડિફોલ્ટર એટલે કે જાણી જોઈને બેન્કલોન પરત નહીં કરનારા લોકો છે. તેમાંથી કેટલાક તો દેશ છોડીને ફરાર થઈ ગયા છે. મે-2019માં આરટીઆઈના જવાબમાં રિઝર્વ બેન્કે 30 એપ્રિલ 2019 સુધીના 30 મોટા બેન્ક ડિફોલ્ટરોની યાદી આપી છે. તેમની પાસેથીકુલ 50 હજાર કરોડથી વધુની રકમ વસૂલવાની બાકી છે. તેમાં ભાગેડુ હીરાના ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી અને નીરવ મોદીની કંપનીઓના પણ નામ છે. મેહુલની ગીતાંજલિ જેમ્સ પાસેથી 5044 કરોડ જ્યારે વડોદરાની ડાયમંડ પાવર પાસેથી 869 કરોડની બાકી રકમ બોલે છે. અન્ય ડિફોલ્ટરમાં રોટોમેક ગ્લોબલ, ડેક્કન ક્રોનિકલ, વિન્સમ ડાયમંડ, સિદ્ધિવિનાયક લોજિસ્ટિક, આરઈઆઈ એગ્રો, એબીજી શિપયાર્ડ, રુચિસોયા વગેરેનો સમાવેશ થાય છે.
ઓક્ટોબરમાં સરકારી બેન્કોએ 2.52 લાખ કરોડની લોન આપી
નવી દિલ્હી | જાહેર ક્ષેત્રની બેન્કોએ ઓક્ટોબર મહિનામાં વિક્રમજનક 2.52 લાખ કરોડ રૂપિયાની લોન આપી હોવાનું નાણામંત્રાલયે જણાવ્યું છે. તેમાં 1.05 લાખ કરોડની નવી લોનનો સમાવેશ થાય છે. જ્યારે 46,800 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલ માટે અપાયા હતા.
11 હજાર કંપની પાસે 1.61 લાખ કરોડ બાકી
સીબીલના ડેટા મુજબ ડિસેમ્બર 2018 સુધીમાં 11 હજાર કંપનીઓ પાસે કુલ 1.61 લાખ કરોડની રકમ બાકી છે. RBI દ્વારા વીલફુલ ડિફોલ્ટરની જાહેર કરાયેલી યાદી કેન્દ્રીયકૃત બેન્કિગ પ્રણાલી ડેટાબેઝમાંથી જાહેર કરાઈ છે.
કુલ લોન વિતરણ 98.47 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું
બેન્કોનું કુલ લોન વિતરણ 8 નવેમ્બરે સમાપ્ત થયેલા પખવાડિયામાં 8.07 ટકા વધી વાર્ષિક ધોરણે 98.47 લાખ કરોડનું થયું છે. રિઝર્વ બેન્કે જાહેર કરેલા આંકડા મુજબ ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન આ પ્રમાણ 91.11 લાખ કરોડનું હતું. આ અગાઉ 25 ઓક્ટોબરે સમાપ્ત થયેલા પખવાડિયા દરમિયાન બેન્કોનું લોન વિતરણ વાર્ષિક ધોરણે 8.90 ટકા વધી 98.39 લાખ કરોડનું થયું હતું.
વીલફુલ ડિફોલ્ટર્સ
ડિફોલ્ટરનું નામ રકમ(રૂ. કરોડમાં)
ગીતાજંલિ જેમ્સ 5044
આરઈઆઈ એગ્રો 4197
વિન્સમ ડાયમંડ 3386
રુચિસોયા 3225
રોટોમેક ગ્લોબલ 2844
કિંગફિશર એર 2488
કુડોસ કેમી. 2326
ઝૂમ ડેવલોપર 2024
ડેક્કન ક્રોનિકલ 1951
એબીજી શિપયાર્ડ 1875
ફોરેવર જ્વેલરી 1718
સૂર્યા વિનાયક 1628
એસકુમાર નેશનવાઈડ 1581
ગીલી ઈન્ડિયા 1447
સિદ્ધિવિનાયક 1349
વીએમસી સિસ્ટમ 1314
ગુપ્તા કોલ 1235
નક્ષત્ર બ્રાન્ડ 1148
ઈન્ડિયન ટેક્નો. 1091
શ્રી ગણેશ જ્વેલરી 1085
જૈન ઈન્ફ્રા. 1076
સૂર્યા ફાર્મા 1065
નાકોડા 1028
કે.એસ. ઓઈલ 1026
કોસ્ટલ પ્રોજેક્ટ 984
હોંગટોય 949
ફર્સ્ટ લિજિંગ 929
કોનકાસ્ટ સ્ટીલ 888
એક્શન ઈસ્પાત 888
ડાયમંડ પાવર 869
X
RBIની ફાઇલ તસવીરRBIની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી