કેરળ / એક જ દિવસે જન્મેલા 5 ભાઈ-બહેનમાંથી 4 બહેનો એક જ દિવસે લગ્ન કરશે

4 of Kerala celebrity quintuplets to tie knot on same day

  • વર્ષ 2004માં 5 ભાઈ-બહેનોનાં પિતાએ આર્થિક પરિસ્થિતિથી કંટાળીને આત્મહત્યા કરી હતી
  • પતિનાં મૃત્યુ પછી માતાએ સરકારી નોકરી કરીને બાળકોને મોટા કર્યા
  • 4 બહેનો 26 એપ્રિલ, 2020ના રોજ લગ્ન કરશે

Divyabhaskar.com

Nov 08, 2019, 04:32 PM IST

તિરુવનંતપુરમ: કેરળમાં વર્ષ 1995માં એક જ દિવસે જન્મેલા 5 ભાઈ-બહેનોના સમાચાર ઘણા વાઇરલ થયા હતા. આ ભાઈ-બહેન ફરી એકવાર મીડિયાની નજરમાં આવ્યા છે. 5 ભાઈ-બહેનમાંથી 4 બહેનો આવતા વર્ષે 26 એપ્રિલે લગ્ન કરવાના છે, જેની તૈયારી તેમનો ભાઈ કરશે. પાંચ બાળકોના જન્મ પછી પિતાએ ઘરનું નામ પંચરત્નમ રાખ્યું હતું.

પિતાએ આત્મહત્યા કરી
આ ચાર બહેનોના નામ ઉથરાજા, ઉથારા, ઉથમ્મા, ઉથર અને ભાઈનું નામ ઉથરાજન છે. તેમનો જન્મ 18 નવેમ્બરે 1995ના રોજ થયો હતો. આ પાંચ ભાઈ-બહેનો 9 વર્ષ સુધી એક સરખા કપડાં પહેરતા હતા. બાળકોના જન્મના 9 વર્ષ પછી તેમની માતાએ વર્ષ 2004માં હાર્ટની બીમારી થઈ. આ પરિવારની પરિસ્થિતિ સામાન્ય જ હતી. પરિવારનો બોજો વધી જતા તેમના પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. હવે ઘર ચલાવવાની જવાબદારી માતા પર હતી.

માતા બેંકમાં નોકરી કરે છે
અમુક લોકોની મદદને લીધે માતાને શહેરની સહકારી બેન્કમાં ક્લાસ-4માં સરકારી નોકરી મળી ગઈ. નોકરી મળી જતા માતાએ બાળકોને ઉછેર કરવામાં કોઈ કસર છોડી નહોતી. આ મહિને તેઓ 24 વર્ષના થઈ ગયા છે. ચાર બહેનોમાંથી એક ફેશન ડિઝાઈનર, બે ઍનેસ્થેસિયા ટેક્નિશિયન અને એક ઓનલાઇન લેખિકા છે. તેમનો ભાઈ સોફ્ટવેટ એન્જિનિયર છે.

માતાએ મહેનત કરીને 5 ભાઈ-બહેનોને મોટા કર્યાં
4 દીકરીઓ અને 1 દીકરાની માતાએ કહ્યું કે, પતિના અચાનક મૃત્યુને લીધે હું હચમચી ગઈ હતી. પછી મેં વિચાર્યું કે, હું બાળકો માટે જીવીશ. મેં કામ શોધવાનું શરુ કર્યું અને મને રસ્તો મળી ગયો. અત્યાર સુધી મેં બાળકોને ઉછેર કરવામાં કોઈ ભેદ રાખ્યો નથી. હાલ દીકરીઓના લગ્નની તૈયારી થઈ રહી છે. દીકરાને હજુ આગળ અભ્યાસ કરવો છે એટલે તેનાં લગ્ન હાલ નહીં કરીએ.

X
4 of Kerala celebrity quintuplets to tie knot on same day

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી