તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ભુજમાં સગીરા પર 4 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કરતાં ચકચાર

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમીને મળાવી દેવાનું કહી બે વિધર્મી શખ્સો બાઇક પર લઇ ગયા
  • ખળભળાટ મચાવી દેનારી ઘટનાને પગલે પોલીસ મથકમાં લોકો ટોળે વળ્યા

ભુજની ભાગોળે સુરલભીટ રોડ પર રહેતી એક 17 વર્ષીય સગીર કન્યાને તેના પ્રેમી સાથે મળાવી દેવાનું કહી બે શખ્સો બાઇક પર બેસાડી આંખે પાટા બાંધી સીમમાં લઇ ગયા હતા જ્યાં ચાર યુવકોએ સામૂહિક સગીરા પર ગેંગ રેપ કરતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આ શરમજનક બનાવ પંદરેક દિવસ પૂર્વે બન્યો હતો. એક વિધર્મી સગીર વયની છોકરીને મોહજાળમાં ફસાવી લીધી હતી. બાદમાં લગ્ન કરવા બાબતે ચાલતી વાતચીત દરમિયાન જેના સાથે પ્રેમ થયો હતો. તે યુવકને મેળવી દેવા માટે સગીરાને બે શખ્સોએ વિશ્વાસમાં લઇ લીધી હતી. અને પ્રેમી પાસે લઇ જવા માટે બાઇક પર બેસાડી, સગીરાના આંખ પર પાટા બાંધી દીધા હતા. બાદમાં સગીરાને બાઇકથી ગામના છેવાડે સીમાડામાં લઇ ગયા હતા.

જ્યાં અગાઉથી પ્લાન મુજબ બે અન્ય યુવકો હાજર હતા. અને ચારે જણાઓએ સાથે મળીને સગીરાને પીંખી નાખી હતી. આ રીતે બે રહેમીથી ગેંગ રેપ કરી પરત મુકી ગયા હતા. બનાવથી હેબતાઇ ગયેલી સગીરા તેના સબંધીને ત્યાં બહાર ગામ ચાલી ગઇ હતી. બાદમાં બે દિવસ દરમિયાન પરત આવીને પરિવારજનોને ઘટનાની જાણ કરતાં પીડિતાના પરિવારજનો બી ડિવિઝન પોલીસ મથકમાં ચાર નરાધમો વિરૂધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. આ લખાય છે ત્યાં સુધી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવાની પ્રક્રિયા ચાલુમાં હોઇ આરોપીઓના નામ જાણી શકાયા નથી. ગંભીર ઘટના છતાં રાત્રે મોડે સુધી જવાબદાર અધિકારીઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી નથી.

સગીરા પર ગેંગ રેપ થયો છે, ફરિયાદની તજવીજ ચાલુ છે : પીઆઇ વસાવા
ઘટના સબંધે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.પી.વસાવા સાથે વાત કરતાં તેમણે ઘટનાને સમર્થન આપ્યું હતું. આરોપીઓ વિરૂધ ફરિયાદ નોંધવાની હાથ ધરાઇ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો