તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 4 કેસ નોંધાયા, કુલ 1267 રિકવર, એક્ટિવ કેસ 15

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 4 કેસ બહાર આવવાની સાથે કુલ કેસ 1383 થયા હતા. જે 4 કેસ નોંધાયા તેમાં 2 કેસ વાંસદા તાલુકાના હતા.જેમાં ખાભલીયા અને સીતાપૂરનો એક -એક કેસ હતો. આ ઉપરાંત ગણદેવી તાલુકાના આતલિયા અને નવસારી નજીકના કબીલપોરની પુષ્પવિહાર સોસાયટીમાં પણ પોઝિટિવ કેસ બહાર આવ્યો હતો. જે કેસ નોંધાયા તે તમામ યુવાન વયના જ દર્દી છે.નવા 4 કેસની સાથે જિલ્લામાં કુલ કેસ 1383 થઈ ગયા હતા. રવિવારે કોરોનાની સારવાર લેતા વધુ 2 દર્દી રિકવર થયા હતા,જેની સાથે કુલ રિકવરની સંખ્યા 1267 થઈ હતી.એક્ટિવ કેસ 15 રહ્યા છે,જેમાં એક જ કેસ કોવિડ હોસ્પિટલ નવસારી સિવિલમાં સારવાર હેઠળ છે,બાકીના 14 હોમ આઇસોલેશનમાં છે.

ધારાસભ્યનો કલેકટરને પત્ર: નવસારી જિલ્લામાં કોવિડના કેસો વધવાની સ્થિતિમાં પરિસ્થિતિને પહોંચી વળવા યોગ્ય પગલાં ઉઠાવવા નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ કલેકટરને પત્ર લખ્યો છે. આ પત્રમાં સરકારી, ખાનગી હોસ્પિટલોમાં જરૂરી બેડની સંખ્યા સુનિશ્ચિત કરવા, દવાનો સ્ટોક, વેન્ટીલેટર, ઓક્સિજન સિલિન્ડર વગેરેની પૂરતી વ્યવસ્થા કરી યોગ્ય પગલાં લેવા પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો