તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્ગર માટે 14-14 કલાક સુધીની રાહ:બર્ગર માટે 4 કિ.મી. લાંબી લાઇન લાગી, 14 કલાક સુધી રાહ જોવાઈ

ડેનવર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના કોલોરાડોમાં દેખાઈ રહેલી કારો કોઈ ચક્કાજામમાં ફસાઈ નથી. પણ આ કારમાં બેસેલા લોકો તેમની પસંદગીના બર્ગર ખાવા માટે 4 કિ.મી. લાંબી લાઇનમાં ઊભા હતા. ખરેખર કોલોરાડોમાં શનિવારે અમેરિકાની પ્રસિદ્ધ ફૂડ ચેઈન ઈન એન આઉટ આઉટલેટ ખૂલ્યું હતું. આ વાતની જાણ થતાં જ લોકોએ રાત્રે બે વાગ્યાથી જ સ્ટૉર પહોંચવાની શરૂઆત કરી હતી. પરિણામે કારોની 4 કિ.મી.લાંબી લાઇન લાગી ગઇ હતી.

લોકોએ બર્ગર માટે 14-14 કલાક સુધી રાહ જોવી પડી હતી. આઉટલેટએ જણાવ્યું કે પહેલો બર્ગર કેન વિજ્જીના નામની વ્યક્તિને અપાયો હતો. કેનએ જણાવ્યું કે તે મૂળ કેલિફોર્નિયાનો રહેવાસી છે. રાત્રે તેને ખૂબ જોરથી ભૂખ લાગી હતી. એટલા માટે તેણે સ્ટૉરની લેનમાં કાર ઊભી કરી અને તેમાં જ સૂઈ ગયો હતો.

70 વર્ષ જૂની કંપનીના 6 રાજ્યોમાં આઉટલેટ
ઈન એન આઉટ 70 વર્ષ જૂની કંપની છે. અમેરિકાના 6 રાજ્યોમાં તેના આઉટલેટ છે. તેમાં કેલિફોર્નિયા, નેવાદા, એરિઝોના, યૂટા, ટેક્સાસ અને ઓરેગન સામેલ છે. કોલોરાડોમાં આ સાતમું આઉટલેટ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો