અકસ્માત / ડીસા- કૂચાવાડા સ્ટેટ હાઈ-વે પર ટ્રેલર અને પેસેન્જર જીપ વચ્ચે અકસ્માતમાં 5ના મોત

4 killed in accident between trailer and passenger jeep on Deesa kuchawada State Highway in banaskantha

  • અકસ્માતમાં ઘવાયેલાઓને લોકોને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

Divyabhaskar.com

Sep 30, 2019, 06:39 PM IST

પાંથાવાડા: ડીસા - કૂચાવાડા સ્ટેટ હાઈ-વે પર સોમવારે બપોરે ટ્રેલર અને પેસેન્જર ભરેલી કમાન્ડર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળેજ ત્રણના મોત નિપજ્યા હતા.અકસ્માતના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને લોકોને બહાર કાઢી ઇમરજન્સી 108 મારફતે સારવાર અર્થે ખસેડયા હતા. તે પૈકી સારવાર દરમિયાન 2નામોત થયા હતા.
ઘટનાસ્થળે પતિ-પત્ની સહિત 5ના મોત
અકસ્માત સ્થળેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સોમવારે બપોરે ડીસા તરફથી આવતી પેસેન્જર ભરેલી કમાન્ડર જીપ નંબર જીજે-8-એફ-2912 અને પાંથાવાડા તરફથી આવતા ટ્રેલર નંબર આરજે-52-જીએ-3413 વચ્ચે ડીસા - કૂચાવાડા સ્ટેટ હાઈ-વે પર આવેલા લાખણાસર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિ પત્ની તથા એક અન્ય મહિલા સહિત ત્રણના ઘટના સ્થળે મોત નિપજયું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યાહતા.

મૃતકોની યાદી
1 જગસીભાઈ રૂડાજી મજીરાણા અને 2 વાદીબેન જગસીભાઈ મજીરાણા (બન્ને પતિ -પત્ની રહે પેસુઆ રાજસ્થાન), પવિબેન હરિભાઈ મેવાડા, સાંતરવાડા તા.દાંતીવાડા, કનુભા માલસિંગ સોલંકી ઉ 25 રહે બુરાલ તા.ડીસા અને કાનૂબેન દિનેશભાઇ પટેલ - રહે મંડાર ઉમેદપુરનું મોત નિપજ્યું હતું
(માહિતી: જીતેન્દ્ર પઢીયાર, અભિષેક જાની અને તસવીર: પ્રવિણ સોલંકી)

X
4 killed in accident between trailer and passenger jeep on Deesa kuchawada State Highway in banaskantha
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી