• Home
  • Local
  • Gujarat
  • Rajkot
  • 4 cases positive in Rajkot and 1 case positive in Bhavnagar, one killed, health department conducts contact tracing

કોરોના રાજકોટ LIVE / જામનગરમાં 10, રાજકોટમાં 22, ભાવનગરમાં 13, અમરેલીમાં 3, દીવમાં 1 અને બોટાદમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા, એકનું મોત

4 cases positive in Rajkot and 1 case positive in Bhavnagar, one killed, health department conducts contact tracing
X
4 cases positive in Rajkot and 1 case positive in Bhavnagar, one killed, health department conducts contact tracing

  • દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી
  • ભાવનગરમાં એકનું કોરોનાથી મોત નિપજ્યું

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 09:35 PM IST

સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં 22, ભાવનગરમાં 13, અમરેલીમાં 3 અને બોટાદમાં 2 કેસ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે ભાવનગરમાં એકનું કોરોનાથી મોત નિપજ્યું છે. હાલ તો આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ધ્રોલમાં મનસુરઅલી અસગરઅલી (ઉં.વ.72)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જસદણનાં સૈયદ ચોક પાસે રહેતા આશિફભાઇ રહીમભાઇ મકવાણા (ઉં.વર્ષ 33)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક તંત્રએ સૈયદ ચોક દોડી જઇ જરૂરી કામગીરી હાથ ધરી છે.

ગોંડલમાં વેપારીને કોરોના પોઝિટિવ
ગોંડલના કરીયાણાના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલી શિવમ પ્રોવિઝન નામની દુકાન ચલાવતા વેપારી પરસોત્તમભાઈ અકબરી (ઉ.વ. 47)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગે તેમને સારવાર અર્થે ખસેડ્યાં છે.

ભાવનગરમાં સાંજે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા 
કાળીયાબીડ C/313માં રહેતાં સંતોષભાઈ ચંદ્રકાન્તભાઈ શેઠ (ઉં.વ.32), સુભાષનગરમાં રહેતા ભુપેન્દ્ર્ભાઈ બળવંતરાય ત્રિવેદી (ઉં.વ.63), દેવુબાગ ઓપેરા હાઉસમાં રહેતા ભરતભાઈ છગનભાઈ ડાભી (ઉં.વ.43), ગુરૂનગર ગોકુલધામ સોસાયટીમાં રહેતાં  વિસાણી જિજ્ઞાશા અનિલભાઈ (ઉં.વ.28), આખલોદ ગૌતમનગરમાં રહેતાં દિનેશભાઈ જીવરાજભાઈ બારૈયા (ઉં.વ.44),  નવા પા. જેસર રહેતાં ભાવનાબેન બાબુભાઈ પરમાર (ઉં.વ.27)ના રીપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગર શહેરમાંથી 10 અને ગ્રામ્ય પંથકમાંથી 3 કેસ આવ્યા છે.  આજના એક જ દિવસમાં 13 પોઝિટિવ કેસ આવ્યા છે.

રાજકોટમાં પતિ-પત્ની સહિત 8 કેસ પોઝિટિવ
- અલ્પાબેન ભાવેશભાઈ ભાડજા (ઉં.વ.46), સાધુ વાસવાણી રોડ, રાજકોટ
- ભાવેશભાઈ રવજીભાઇ ભાડજા (ઉં.વ.52), સાધુ વાસવાણી રોડ, રાજકોટ
- દક્ષાબેન કિશોરભાઇ ગોહેલ (ઉં.વ.45), કોઠારીયા મેઇન રોડ, રાજકોટ
- દિપક ધીરજભાઈ રામાણી (ઉં.વ.38), અમૃત વાટિકા 150 ફૂટ રીંગ રોડ
-બાવાલાલ દેવરાજભાઈ કાલરીયા (77)સરનામું : ઉત્કર્ષ, સિલ્વર પાર્ક-6, અમીન માર્ગ, રાજકોટ.
-કૈલાશ કુળજી (67) સરનામું : સત્યનારાયણ પાર્ક, ગાંધીગ્રામ, રાજકોટ.}
-રામસીમરન શુક્લા (79) સરનામું : શિવમ પાર્ક, રામાપીર ચોકડી પાસે, રાજકોટ.
-રાઘવભાઈ સાવલિયા (56) સરનામું : પ્રણામ, બ્લોક નં.1, આશ્રય બંગલો, આસ્થા રેસીડેન્સી પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ.

ગોંડલમાં કરીયાણાના વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ગોંડલમાં કરીયાણાના વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના વોરાકોટડા રોડ પર રામ મંદિર ચોક ખાતે શિવમ પ્રોવિઝન નામની દુકાન ચલાવતાં વેપારીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વેપારીનું નામ અતુલ પરસોતમભાઈ અકબરી (ઉ.વ.47) છે. આરોગ્ય વિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને દર્દીને સારવાર અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં 12 કેસ પોઝિટિવ નોંધાયા
જામનગર જિલ્લામાં આજે  એક પત્રકાર સહિત 12 કેસ નોંધાયા છે. મિરલ કિરીટભાઈ મહેતા (ઉં.વ.35), જીજ્ઞેશ ગોવિંદભાઈ ભટ્ટ (ઉં.વ.33), લક્ષ્મીબેન લાભશંકર જોશી (ઉં.વ.44), મીનાબેન રાજેશભાઈ પરમાર (ઉં.વ.43), કિંજલ કાનજીભાઈ કરસરિયા (ઉં.વ .34), નિલેશભાઈ હીરાભાઈ ઠકરાલ (ઉં.વ. 51), ઈસ્માલઈ હારૂનભાઈ ગોરી (ઉં.વ.46) અને રાધિકા અંકુશ શાહ (ઉં.વ.30)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ ધ્રોલમાં મનસુરઅલી અસગરઅલી (ઉં.વ.72)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમરેલીમાં 3 કેસ પોઝિટિવ નોંધાયા
અમરેલી જિલ્લામાં આજે વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. સાવરકુંડલાના જીરા અને ભેંકરા ગામે 1-1 અને ધારીના ઝર પરા ગામે 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 86 પર પહોંચી ગયો છે.

દીવમાં એક કેસ પોઝિટિવ નોંધાયો
કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા દીવ કોલેજના પ્રોફેસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં દીવમાં કુલ 13 કેસ પોઝિટિવ નોંધાયા છે. 

ભાવનગરમાં 7 કેસ પોઝિટિવ 
તખ્તેશ્વર વિસ્તારમાં શ્રીપાલ એપાર્ટમેન્ટમાં રહેતા નરેશભાઈ મનસુખભાઈ જેઠવા (ઉં.વ.37), કાળીયાબીડ અક્ષરઘામ 2માં 1736/બી માં રહેતા મોહનભાઈ વાસ્તાભાઈ ડાંખરા (ઉં.વ.55), આંબાવાડી 1171/A4  મીરા ફ્લેટમાં રહેતા અને લોખંડ બજારમાં વેપાર કરતા ચિરંજનભાઈ હસમુખભાઈ પટેલ (ઉં.વ.54) અને તેમના પત્ની રીટાબેન ચુનીલાલ પટેલ (ઉં.વ.52)નો, સુભાષનગર પ્લોટ નં. 3, અજયવાડીમાં રહેતાં રાજેશભાઈ દિનેશભાઈ કનાડા (ઉં.વ.39), મહુવામાં રહેતા અને એ.ટી.વી.ટી સેન્ટરમાં ફરજ બજાવતા પ્રફુલભાઈ ઇશ્વરલાલ સરવૈયા અને તળાજામાં રહેતા નારણભાઇ જસાભાઇ બાલાસરા (ઉં.વ.60)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને સારવાર માટે ખસેડવામાં આવેલ છે.આમ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે . છેલ્લા 14 દિવસોમાં 80 પોઝિટિવ કેસ નોંધાયા જેની પ્રતિ દિવસની એવરેજ 5.71જેવી થાય છે .

ભાવનગરમાં કોરોનાથી એકનું મોત
કુંભારવાડા હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર નં.25માં રહેતાં ઈસાભાઈ અહમદભાઈ મગરેબી (ઉં.વ.67)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યા તેમનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ અન્ય રોગથી પીડાતા હતા અને તેના કારણે મોત નિપજ્યું છે.

બોટાદમાં કોરોનાના 2 કેસ પોઝિટિવ નોંધાયા
બોટાદના હિફલી વિસ્તારમાંથી 30 વર્ષના યુવાનનો અને સાળંગપુર રોડ ઉપરથી 60 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજકોટમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળાનું વિતરણ કરાશે
આજથી શરુ કરાવેલ 15 ધનવંતરી રથ દ્વારા શહેરના કન્ટેઇનમેન્ટ ઝોન અને ગીચતા ધરાવતા વિસ્તારોમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. તેમજ દરેક રથમાં થર્મલ ગન અને પલ્સ ઓકસીમીટર દ્વારા સ્ક્રીનીંગ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. પ્રસ્થાન સમયે તમામ લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રથ મારફતે શહેરમાં કોરોના અંગેની જાગૃતતા માટે પ્રચાર-પ્રસારની કામગીરી પણ કરવામાં આવશે. જો કોઇ શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દી માલુમ પડશે તો તેને વહેલી તકે વધુ સારવાર આપવામાં આવશે અને તેનું ટેસ્ટીંગ પણ કરવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી