માસિક ધર્મ તપાસ / ધરપકડ કરાયેલી 4 આરોપીઓના આજે રિમાન્ડ પૂરા થશે, સંચાલકોના નિવેદન લેવાનું શરૂ કર્યું

ફાઈલ તસવીર- વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસ થતાં હોબાળો થયો હતો
ફાઈલ તસવીર- વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસ થતાં હોબાળો થયો હતો

  • વિદ્યાર્થિનીઓની પરીક્ષા ચાલુ : તપાસ બપોર બાદ કરવા કહેવાતા પોલીસે સાથ-સહકાર પણ આપ્યો

Divyabhaskar.com

Feb 19, 2020, 12:25 PM IST
ભુજ: સહજાનંદ ઇન્સ્ટિટયુટ કોલેજના વસ્ત્રો ઉતરાવી માસિક ધર્મની ચકાસણીના કિસ્સામાં રચાયેલી સીટ સંચાલકોના નિવેદન લેવાનુ શરૂ કરી દીધું છે, તો બીજી તરફ પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપી પ્રિન્સિપાલ અને મહિલા કર્મચારીઓની પુછપરછ હાથ ધરી છે. જો કે, ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓના આજે રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે.
સંચાલકોએ બપોર બાદ તપાસ કરી હતી
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, પોલીસ ફરીયાદ થયા બાદ પ્રિન્સિપાલ સહિતના મહિલા કર્મચારીઓ બે દિવસના રિમાન્ડ આજે પૂરા થયા છે. ત્યારે પોલીસે રજીસ્ટર પણ કબ્જે કરી લીધું છે. તો બીજી તરફ કોલેજમાં પરીક્ષા ચાલુ છે ત્યારે પોલીસ તપાસ બપોર બાદ કરવામાં આવે તેવી વાત સંચાલકો દ્વારા કરાતા પોલીસે છાત્રોને પરીક્ષા દરમિયાન હેરાન કરવાને બદલે બપોર બાદ તપાસ શરૂ કરાઇ હતી.
સીટની ટીમે સંચાલકોના નિવેદન લેવાનું શરૂ કર્યું
ટ્રસ્ટના વાઇસ પ્રેસીડેન્ટ અને કોલેજના સર્વેસર્વા પ્રવીણભાઇ પીંડોરીયાએ જણાવ્યું હતું કે, સીટની ટુકડીએ સંચાલકોના નિવેદન લેવાનુ શરૂ કર્યું હતું. તો સંચાલકો દ્વારા પરીક્ષા પુર્ણ થયા બાદ બપોરે નિવેદનો લે તેવી રજૂઆત કરતા પોલીસે પણ સાથ સહકાર આપ્યો હતો.
કોલેજની સામે પગલા લેવા ચેરીટી કમિશનરને રક્ષક જન મંચની રજૂઆત
ભુજની સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયુટની જે ઘટના સામે આવી છે, શરમજનક કૃત્ય કરવા બદલ ટ્રસ્ટીઓ અને કોલેજના હર્તાકર્તાઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે ચેરીટી કમિશનર અને શિક્ષણ વિભાગના અગ્રસચીવને રાષ્ટ્ર રક્ષક જન મંચ મુંબઇ દ્વારા રજૂઆત કરાઇ છે. સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયુટમાં છાત્રાઓના વસ્ત્રો ઉતારીને માસિક ધર્મની ચકાસણી કરવાનો જે પ્રકરણ સમગ્ર દેશ-વિદેશમાં ગાજી રહ્યો છે તે પ્રકરણ થકી માતા સરસ્વતીનું શીશ પણ શરમના મારે નમી ગયુ હોવાનું કચ્છના નાગરીકોનું કહેવુ છે તેમ યાદીમાં જણાવાયું હતું. આ ગર્લ્સ ઇન્સ્ટિટયુટ જે ટ્રસ્ટના નેજા હેઠળ કાર્યરત છે એ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ખુબજ ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરતો પત્ર જન મંચ મુંબઇ દ્વારા શિક્ષણ વિભાગના અગ્રસચીવ, રાજયના ચેરીટી કમિશનર અને પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છને લખાયો છે.
X
ફાઈલ તસવીર- વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસ થતાં હોબાળો થયો હતોફાઈલ તસવીર- વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસ થતાં હોબાળો થયો હતો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી