- ગઈકાલે સાંજે સાત વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
Divyabhaskar.com
Nov 19, 2019, 03:40 PM ISTભુજ: કચ્છમાં સોમવારે સાંજે 7:01 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકા આવ્યો હતો. જેનું એપીસેન્ટર પર 2001માં આવેલા ભૂકંપના એપીસેન્ટર વાળું જ હતું. ત્યારે સતત બીજા દિવસે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 1 વાગ્યેને 10 મિનિટે 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું ગુજરાત સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ મુજબ રાપરથી 24 કિમી દૂર 15.3 કિમીની ડેપ્થમાં કેન્દ્ર બિંદુ હતું. આ સિવાય રાજ્યમાં રાતના સવા બે વાગ્યાથી અત્યાર સુધી 5 આંચકા નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ બે આંચકા નોંધાયા છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આંચકા
સ્થળ | તીવ્રતા | સમય | ઊંડાણ |
ઉકાઈથી 40 કિમી દૂર સાઉથ સાઉથવેસ્ટ | 1.9 | રાત્રે 2:25 | 10 કિમી |
જામનગરથી 25 કિમી દૂર સાઉથ સાઉથ ઈસ્ટ | 2.2 | રાત્રે 3:18 | 9.5 કિમી |
ભચાઉથી 17 કિમી દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટ | 1.4 | રાત્રે 4:08 | 24.7 કિમી |
નવસારીથી 39 કિમી દૂર ઈસ્ટ સાઉથ ઈસ્ટ | 1.9 | સવારે 7:59 | 10 કિમી |
રાપરથી 24 કિમી દૂર વેસ્ટ સાઉથ વેસ્ટ | 3.5 | બપોરે 1:10 | 15.3 કિમી |