બેહમઈ હત્યાકાંડ / 39 વર્ષ જૂના કેસમાં મહત્વની કેસ ડાયરી ગુમ હોવાથી ચુકાદો ટળ્યો, કોર્ટ હવે 24 જાન્યુઆરીને સુનાવણી કરશે

ફૂલન દેવી ઉતર પ્રદેશના મિર્ઝાપુરથી બે વખત સાંસદ તરીકે ચૂંટાઈ હતી. (ફાઈલ ફોટો)
ફૂલન દેવી ઉતર પ્રદેશના મિર્ઝાપુરથી બે વખત સાંસદ તરીકે ચૂંટાઈ હતી. (ફાઈલ ફોટો)

  • 14 ફેબ્રુઆરી 1981એ ફૂલન અને તેના 35 સાથીઓએ બેહમઈ ગામમાં 26 લોકોને ગોળી મારી હતી, 20નું મોત
  • બેહમઈ કાંડમાં 6 જાન્યુઆરીએ ચુકાદો આવવાનો હતો, જોકે આરોપીઓના વકીલે દલીલ માટે અરજી દાખલ કરી હતી 

Divyabhaskar.com

Jan 18, 2020, 05:51 PM IST

કાનપુરઃ કાનપુરના બેહમઈ ગામમાં 39 વર્ષ પહેલા થયેલા હત્યાકાંડમાં સેશન કોર્ટનો ચુકાદો 24મી જાન્યુઆરી સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે. એડિશનલ ન્યાયમૂર્તિ સુધિર કુમાર શનિવારે તેમનો ચુકાદો આપવાના હતા, પરંતુ કેસને લગતી મૂળ ડાયરી મળી ન હતી. સરકારી વકીલ રાજુ પોખાલના મતે કેસ ડાયરી ગુમ હોવાથી કોર્ટે સત્ર લિપિકને નોટિસ પાઠવી છે. હવે પછીની સુનાવણી 24મી જાન્યુઆરીના રોજ થશે. કોર્ટે 24મી જાન્યુઆરી સુધીમાં કેસની ડાયરી ઉપલબ્ધ કરાવવા માટે કર્મચારીઓને આદેશ કર્યો છે. અગાઉ આ કેસમાં 6 જાન્યુઆરીએ ચુકાદો આવવાનો હતો. જોકે ત્યારે બચાવ પક્ષે દલીલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. બાદમાં કોર્ટે ચુકાદાની તારીખ 18 જાન્યુઆરી નક્કી કરી હતી અને દલીલ કરવા માટે વકીલોને 16 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો.

14 ફેબ્રુઆરી 1981એ ફૂલને તેના 35 સાથીઓ સાથે લઈને બેહમઈના 26 લોકો પર 5 મિનટમાં ઘણી ગોળીઓ વરસાવી હતી. જેમા 20 લોકોના મોત થયા હતા. કેસમાં ફૂલન મુખ્ય આરોપી હતી. જોકે મોત બાદ તેનું નામ હટાવવામાં આવ્યું હતું. બાદમાં 5 આરોપીઓ શ્યામ બાબૂ, ભીખા, વિશ્વનાથ, પોશા અને રામ સિંહ પર કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમાંથી રામ સિંહનું 13 ફેબ્રુઆરી 2019ના રોજ જેલમાં મોત થયું હતું. ત્રણે આરોપીઓ જામીન પર છે.

ફૂલને 1983માં આત્મસમર્પણ કર્યું, 2001માં હત્યા કરવામાં આવી

બેહમઈ હત્યાકાંડની મુખ્ય આરોપી ફૂલન દેવી હતી. તેણે 1983માં મધ્યપ્રદેશમાં સરન્ડર કર્યું હતું. 1993માં ફૂલન જેલની બહાર આવી. બાદમાં મિર્ઝાપુર લોકસભા સીટ પરથી તે બે વખત સપાની ટિકિટ પર સાંસદ બની હતી. 2001માં શેર સિંહ રાણાએ ફૂલનની દિલ્હીમાં હત્યા કરી હતી. બાદમાં ફૂલનનું નામ કેસમાંથી હટાવવામાં આવ્યું.

X
ફૂલન દેવી ઉતર પ્રદેશના મિર્ઝાપુરથી બે વખત સાંસદ તરીકે ચૂંટાઈ હતી. (ફાઈલ ફોટો)ફૂલન દેવી ઉતર પ્રદેશના મિર્ઝાપુરથી બે વખત સાંસદ તરીકે ચૂંટાઈ હતી. (ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી