તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્યારે મળશે ન્યાય?:કપડવંજમાં દુષ્કર્મ આચરનાર હજી સુધી પહોંચની બહાર, પિતાએ ફરિયાદ આપ્યાને પણ 39 દિવસનો સમય વિતી ગયો

કપડવંજ, નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • 27મી ઓગસ્ટે સગીરાને શિક્ષક ખેતરમાં લઈ ગયો હતો

કપડવંજમાં એક કિશોરી ઉપર શિક્ષકે આચરેલા દુષ્કૃત્યને 51 દિવસનો સમય વિતી ગયો હોવાછતાં હજીસુધી પોલીસ આરોપીને પકડી શકી નથી. જેને લઇને કિશોરીના પરિવારજનોમાં નારાજગી જોવા મળી રહી છે. દુષ્કૃત્યના આરોપી સુધી 51 દિવસનો સમય વિતી ગયો હોવાછતાં પોલીસ પહોંચી ન શકતાં ક્ષત્રિય સમાજ દ્વારા હવે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

27 મી ઓગસ્ટના રોજ કપડવંજ તાલુકાના એક ગામમાં રહેતી કિશોરીને ગામના જ શિક્ષક મહેશ શીવાભાઇ પટેલ ફોસલાવીને તેના ખેતરમાં લઇ ગયો હતો. જ્યાં તેણે કિશોરી ઉપર દુષ્કર્મ આચરી, આ વાત કોઇને નહીં કહેવા માટે કિશોરીને ધમકી આપી હતી. દુષ્કર્મ આચરી કિશોરીને ખેતરમાં જ છોડીને શિક્ષક ફરાર થઇ ગયો હતો. જોકે, કિશોરીએ પરિવારજનોનો સઘળી હકીકત જણાવતાં પરિવારજનો આઘાત પામ્યા હતા અને દીકરીને હિમત આપીને 9 મી સપ્ટેંબરના રોજ પુત્રીને પિંખનાર શિક્ષક સામે પિતાએ કપડવંજ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ ફરિયાદને એક મહિનાનો સમય વિતી ગયો હોવાછતાં પોલીસ હજીસુધી આરોપી શિક્ષકને શોધી શકી નથી. દુષ્કર્મનો આરોપી છેલ્લા લાંબા સમયથી ફરાર થઇ ગયો છે. પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજીસુધી તેઓ કોઇ પત્તો લાગ્યો નથી. પોલીસની કામગીરીને લઇને દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીના પરિવારજનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો