તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:38393 ઘરમાં નળ સે જળ યોજના હેઠળ કનેક્શન અપાશે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા માટે 12.54 કરોડની યોજનાને મંજૂરી

ગુજરાત સરકાર અને વાસ્મો પુરસ્કૃત ગ્રામીણ પેયજળ પાણી પુરવઠા યોજના (ઓગમેન્ટેશન ઇન ટેપ કનેક્ટિવિટી ઇન રૂરલ એરિયા) જનરલ કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લાની જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિતરણ યોજનાઓ માટેના રૂ. 7.71 કરોડના કામોને વહીવટી મંજૂરી આપવાનું સર્વાનુમતે નક્કી કરાયું હતું. તેમજ ગ્રામીણ પેયજળ પાણી પુરવઠા યોજના કાર્યક્રમ હેઠળ 12.54 કરોડની તાંત્રિક મંજૂરી આપવામાં આવી છે. પરિણામે આગામી દિવસોમાં 38393 ઘરમાં પીવાના પાણી માટે નળ જોડાણ આપવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારમાં પાણી વિતરણ યોજના હેઠળ હડમતિયા, ભંડારિયા, ભાડલા, ખડવાવડી, કનેસરા, સરધારપુર, પીપળવા, ચાવંડી, મોટા હડમતિયા, ડુમિયાણી, વડાળી, નવીમેંગણી, આંબરડી, ધરાળા, કેશવાળા, કાળીપાટ, કુવાડવા, લીલી સાજડિયાળી, સણોસરા, જાળિયા, ગવરીદળ ગામમાં પાણી વિતરણ માટે 7.71 કરોડ રૂપિયાના કામ કરવાનું નક્કી કરાયું છે. જ્યારે ગ્રામીણ પેયજળ પાણી પુરવઠા યોજના કાર્યક્રમ હેઠળ 12.54 કરોડ રૂપિયાની તાંત્રિક મંજૂરી મળેલ ગ્રામ્ય પાણી વિતરણ યોજનાઓને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. ‘નલ સે જલ’ કાર્યક્રમ અંતર્ગત તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાના 38393 ઘરને આ યોજનાનો લાભ અપાશે. જે માટે રૂ.1.48 કરોડ રૂપિયાનો લોકફાળો એકઠો કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો