ઓરી / સમાઓમાં ઓરીના કારણે 35 લોકોના મોત થયા, 15 વર્ષ કરતા ઓછી વયના 50 બાળકોના મોત થયા

35 people died due toMeasles in societies, 50 children under 15 died

  • સમાઓ દેશમાં એક રાતમાં 5 બાળકોનો મોત થયા
  •  50 બાળકો એવા હતા જેમની ઉંમર 15 વર્ષ કરતા ઓછી હતી 
  • છેલ્લા 24 કલાકમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઓરીના 198 કેસની પુષ્ટિ થઈ છે

Divyabhaskar.com

Dec 05, 2019, 05:28 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. સમાઓ દેશમાં એક રાતમાં 5 બાળકોનો મોત થયા. તમામ બાળકોના મોતનું એક જ કારણ છે તે હતું ઓરી. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી સમાઓમાં ઓરીથી 53 લોકોના મોત થયા છે, જેમાંથી 50 બાળકો એવા હતા જેમની ઉંમર 15 વર્ષ કરતા ઓછી હતી અને 23 બાળકો એવા હતા જેમની ઉંમર 1 વર્ષ કરતા પણ ઓછી હતી. મરનાર બાળકોમાં એક માત્ર બાળકની ઉંમર 18 વર્ષ કરતા વધારે હતી.

છેલ્લા 24 કલાકમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઓરીના 198 કેસની પુષ્ટિ થઈ છે. આ બીમારીની સાથે હોસ્પિટલમાં એડમિટ થયેલા લોકોમાં 19 બાળકોની હાલત ગંભીર છે અને બે ગર્ભવતી મહિલાઓ સામેલ છે. આ બીમારીથી બચવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહી છે. લોકોને આ બીમારીથી બચાવવા સરકારી સ્તરે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ સુધી પરિસ્થિતિ કાબૂમાં નથી આવી.

આ બીમારીથી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. જો કે, સરકાર તરફથી લોકોને સુરક્ષીત રાખવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેના માટે મોબાઈલ રસીકરણ વેન દરેક ગામમાં બીમારી સામે જાગૃતિ ફેલાવી રહી છે. સમોઆના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જ્યારથી આ બીમારીનો પ્રકોપ શરૂ થયો છે, ત્યારથી કુલ 3,728 ઓરીના દર્દીઓના કેસ નોંધાયા છે.

અત્યારે કુલ 183 કેસ છે જેમને ઓરીના કારણે સ્વાસ્થ્ય સારવાર આપવામાં આવી રહી છે. આ વર્ષે 20 નવેમ્બરથી જ્યારથી રસીકરણની નીતિ લાગુ કરવામાં આવી છે ત્યારથી મંત્રાલયે 58,150 લોકોને રસી આપી હતી, જેમાંથી ઉપોલૂમાં 43, 529 અને સવાઈમાં 14,621 રસી આપવામાં આવી હતી.

X
35 people died due toMeasles in societies, 50 children under 15 died

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી