તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા:336 બધીર દિકરા-દિકરીઓને વિનામૂલ્યે શ્રવણયંત્રનું વિતરણ કેમ્પનું આયોજન કરાયુ

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલીયારા જંગ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પીચ એન્ડ હિયરીંગ દ્વારા

શાહ.ખી.લ.બહેરા મૂંગા શાળા દ્વારા 336 જેટલા બધિર દિકરી-દિકરાઓને નર્સરી, કેજી, ધો.1 થી 12 કોમર્સ સુધીની વિનામૂલ્યે શિક્ષણ, ભોજન, આવાસ તથા અનુસંગિક સેવાઓ આપવામાં આવી રહી છે. હાલ કોરોના મહામારીને કારણે ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે ત્યારે શ્રવણયંત્રએ શ્રવણમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ અને સામાજિક વિકાસનું અંગ બની રહે છે. માટે અલીયાવાર જંગ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પીચ એન્ડ હિયરીંગ ડીસેબીલીટી મુંબઈના સહયોગથી પાંચ દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

તા.22/11 થી તા.27/11 સુધી પાંચ દિવસ દરમ્યાન સવારે 9 થી 5 દરમ્યાન દરરોજ સરેરાશ 60 અને દર કલાકે 10 વિદ્યાર્થીઓને સંસ્થામાં બોલાવી શ્રવણ નિદાન કરી શ્રવણખાધ અનુસાર લાગુ પડતા વિનામૂલ્યે શ્રવણયંત્ર વિતરણ કરવામાં આવનાર છે. આ કેમ્પનું ઉદ્ઘાટન તા.22ને રવિવારે ભાવનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોષીના હસ્તે કરવામાં આવેલ. જ્યારે અલીયારા જંગ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પીચ એન્ડ હિયરીંગ ડીસેબીલીટી મુંબઈના એચ.ઓ.ડી આર.પી.શર્મા તેમજ સંસ્થાના પ્રમુખ,મંત્રી હોદ્દેદારો ઉપસ્થિતી રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો