તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉજવણી:32 મહિલાને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું

વ્યારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યારા દ્વારા મહિલા કિસાન દિવસની ઉજવણી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા એ મહિલા કિસાન દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય વિષય મહિલાઓનો કૃષિવિકાસમાં ફાળો હતો. આ પ્રસંગે તાપી જિલ્લાના વિવિધ ગામોની 32 આદિવાસી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે સંકળાયેલી પ્રગતિશીલ આદિવાસી ખેડૂત મહિલાઓ કે જેઓ વ્યવસાયિક તાલીમ થકી આયુર્વેદિક કેશતેલ અને નાળિયેરના રેસામાંથી આર્ટિકલ્સ બનાવી વેચાણ કરી આવક ઉપાર્જન કરી રહી છે તેઓને સન્માનપત્ર આપી કામગીરીને બિરદાવી હતી . ત્યારબાદ ઉપસ્થિત સર્વે મહિલાઓને ડાંગરના થ્રેસરના ઉપયોગ અંગે પધ્ધતિ નિદર્શન બતાવવામાં આવ્યું હતું જેથી મહિલાઓમાં શ્રમ ઘટે તેવા ખેતઓજારોના ઉપયોગ માટે જાગૃતિ લાવી શકાવાનું સરળ બની શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો