તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • 31 More Cases Of Corona In Kutch, 222 Patients Under Treatment, Highest 10 In Gandhidham, 8 In Bhuj, 1 1 Positive In Anjar, Bhachau

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરોમાં વધતું સંક્રમણ:કચ્છમાં કોરોનાના વધુ 31 કેસ, સારવાર હેઠળ 222 દર્દી, ગાંધીધામમાં સૌથી વધુ 10, ભુજમાં 8, અંજાર, ભચાઉમાં 1-1 પોઝિટિવ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓમાં તાલુકા મુજબ ગાંધીધામ, માંડવી, મુંદરા, રાપરમાં 1-1, ભુજમાં 3, નખત્રાણામાં 4
  • નાના અંગિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા સિંગલ ડિજિટમાંથી ડબલ ડિજિટ તરફ !!!

કચ્છમાં એક બાજુ શિયાળાની ઠંડી ધીરે ધીરે વધી રહી છે અને બીજીબાજુ કોરોનાએ પણ ચિંતામાં વધારો કરતા દર્દીઓની સંખ્યામાં બમણી ગતિએ વધારો શરૂ કરી દીધો છે. રવિવારે કોરોનાના વધુ 31 કેસ નોંધાયા છે, જેમાં શહેરોમાં ભુજમાં 8, ગાંધીધામમાં 10, અંજાર, ભચાઉમાં 1-1 પોઝિટિવ છે તો ગામડાઓમાં તાલુકા મુજબ ગાંધીધામ, માંડવી, મુંદરા, રાપરમાં 1-1, ભુજમાં 3, નખત્રાણામાં 4 દર્દી ચોપડે ચડાવાયા છે. જે સાથે સારવાર હેઠળ વધીને 222 દર્દી થઈ ગયા છે. જોકે, 21 દર્દી સાજા પણ થયા છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ 3112 પોઝિટિવમાંથી 2773 સાજા થઈ ગયા છે. 71ના મોત બતાવાયા છે.

તાલુકા મુજબ સ્થિતિ

તાલુકોશહેરગામડાકુલસાજા
---- થયેલા
{અબડાસા0000
{અંજાર1012
{ભચાઉ1010
{ભુજ83116
{ગાંધીધામ101114
{લખપત0001
{માંડવી0111
{મુન્દ્રા0111
{નખત્રાણા0441
{રાપર0115
કુલ20113121

​​​​​કોરોના સંક્રમણ, જાણે કે નાના અંગિયા ગામનો કેડો ન મુકતો હોય તેમ આજે ફરી કોરોનાના 2 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી કરીને હાલમાં કોરોના સંક્રમિતની સંખ્યા વધીને 6 ઉપર પહોંચી છે.ચાલુ સપ્તાહ દરમ્યાન જ 4 કેસ નોંધાયા હતા. જે આરોગ્ય વિભાગની સંપૂર્ણપણે દેખરેખ હેઠળ છે. તો આજે કરવામાં આવેલ ટેસ્ટમાં 2 જણનો કોરોના પોઝિટિવ આવતા 2 પૈકી 1 જણને નખત્રાણા રામેશ્વર સેન્ટર ખાતે તથા અન્ય 1 વ્યક્તિને હોમ રન્ટાઇન

કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના કર્મચારીના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમિત લોકોને આરોગ્ય વિભાગની ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા કોરોના સંક્રમિત થયેલા લોકોના સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિઓને ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગનો સંપર્ક કરીને યોગ્ય તપાસ કરાવી લેવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. તેવું ગ્રામ પંચાયત તેમજ યુવા અગ્રણી મનોજ વાઘાણી ની યાદી માં જણાવાયું છે. નાના અંગિયામાં અત્યાર સુધી 10 કેસો પોઝિટિવ આવી ગયા છે.અત્રે નોંધનીય છે કે કચ્છમાં શહેરોની સરખામણીએ હવે ગામડામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

નાના અંગિયામાં કોરોનાના વ્યાપને અટકાવવા લોકજાગૃતિના પ્રયાસો
નાના અંગિયા ગામે આરોગ્ય વિભાગના સહકારથી ગામના તમામ લોકોને તેમજ આસપાસના વાડી વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરો, વેપાર અર્થે ગામમાં આવતા આસપાસના ગામના લોકો સહિત લગભગ 3000 જેટલા લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. જેના માટે બાબુભાઈ તેમજ અમરતભાઈ, મનોજભાઈ , ડૉ.ગઢવીએ જહેમત ઉઠાવી હતી. જાહેર સ્થળો પર સૂચના લખીને તેમજ સોશિયલ મીડિયાના મધ્યમથી જાણ કરીને ઉકાળો પીવા માટે લોકોને જાણ કરવામાં આવી હતી. ગામમાં ચારેક જેટલા કોરોના સંક્રમિત લોકો હોવાનું તેમજ સંક્રમિત લોકો આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે તેવું ગામના ઉપસરપંચ મણિલાલ પટેલે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો