તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:અબડાસાના સુખપર પાસે આગથી 3 ઘેટાં-બકરાના મોત, પવનચક્કીથી સીમમાં લાગતી અાગ હવે પશુઅો માટે જીવલેણ બની

નલિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગામ લોકોએ 6 કલાકની મહેનત બાદ અાગને માંડ કાબુમાં લીધી : 20થી 25 એકરમાં ઘાસચારો સળગી ગયો કચ્છમાં પવનચક્કીઓના પાપે આગના બનાવો જારી છે. હવે અબડાસા તાલુકાના સુખપર સાયંદ સીમ વિસ્તારમાં રવિવારે સવારે આગ લાગી હતી. અહીં પવનચક્કીના કારણે આગ લાગી હોવાનો દાવો ગામ લોકોએ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આગમાં ઘેટાં-બકરાના મોત થયા છે.સવારના 9 વાગ્યે સુઝલોન કંપની પવનચક્કીની વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગી હતી.

જોતજોતામાં આસપાસના વિસ્તારોમાં આગ ફેલાઇ હતી. તેવામાં સીમ વિસ્તારમાં રહેલા માલધારી દ્વારા ગામનાં સરપંચ અશોકપુરી ગુસાઈને જાણ કરી હતી. સરપંચને જાણ થતાં કંપનીના કર્મચારીને જાણકારી આપી હતી. તો સરપંચ અને ગામલોકો સ્થળ પર પહોંચ્યા હતા અને સૌએ સાથે મળીને આગને કાબુમાં કરી હતી. આગ પર કાબુ મેળવવામાં ગામ લોકોને 6 કલાકનો સમય લાગ્યો હતો.સુઝલોન કંપનીએ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને જાણ કરી ફાયર બિગ્રેડની મદદ માંગી હતી.

પરંતુ વોટર બ્રાઉઝરમાં ખામી હોવાથી તે એક વાગ્યે આવ્યું હતું જો કે ત્યાર સુધી લોકો આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. ચોંકાવનારી વાત એ રહી કે આગમાં માલધારીઓના ઘેટાં-બકરા ભડથુ થઇ ગયા હતાં. ત્રણેક પશુઓના મોત થયાં હતાં. જેના પગલે પવનચક્કી સામે લોકોમાં રોષ ફેલાયો હતો.નોંધનીય છે કે બે દિવસ અગાઉ રાષ્ટ્રીય પક્ષી મોરનું પણ મોત થયું હતું. કંપની દ્વારા કોઈ પણ સાચવેતીના પગલાં ભરાતા નથી. અહીં અાગનો ત્રીજો બનાવ છે. ગ્રામજનોના કહેવા અનુસાર અંદાજીત 20થી 25 એકરમાં આગ ફેલાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો