તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનાો કહેર:મહીસાગરમાં કોરોનાના 3 પોઝિટિવ કેસ નોંધાયા

લુણાવાડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 દર્દી સ્વસ્થ થતા રજા આપી

મહિસાગર જિલ્લામાં રવિવારે લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી, 2 પુરૂષોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કુલ 1224 કેસ નોધાયા છે. સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાના 3 પુરૂષ, લુણાવાડા તાલુકાની 2 સ્ત્રીએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1110 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જ્યારે જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 34 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 42 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 63572 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. 259 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 66 દર્દીઓ સ્ટેબલ, 6 દર્દીઓ ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો