તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:મૂળીના સોમાસર રોડ દારૂ કેસનો આરોપી સહિત 3 શખ્સ ઝડપાયા

મુળી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળી સોમાસર પાસે ટ્રક ભરી અડધા કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો. જેમાં ટ્રકચાલક અને જેસીબીનાં માલિકની ધરપકડ કરાઇ હતી અને મુખ્ય સુત્રધાર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુનો ઉર્ફે એબલ જયદેવસિંહ પરમાર ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. ત્યારે મૂળી પોલીસ મથકનાં પીએસઆઇ ડી.જે.ઝાલા, રોહિતભાઇ રાઠોડ, હર્ષરાજસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ પરમાર સિધ્ધરાજસિંહ, હરેશભાઇ ખવડ સહિતનાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયન પી એસ આઇને માહિત મળેલ કે જુના ગુનામાં નાસ્તા ફરતા ધર્મેન્દ્રસિંજ ઉર્ફે મુનાભાઇ નાડધ્રીથી સરા તરફ જઇ રહ્યા છે.

આથી વોચ ગોઠવ હાઇવે પર આવતી કાર અટકાવી તપાસ કરતા દારૂ પીધેલ હાલતમાં ધર્મેન્દ્રસિંહ સહિત થાનનાં લક્કીરાજસિંહ અંતરસિંહ ઝાલા લાખામાચીનાં રાજદિપસિંહ મહિપતસિંહ રાણા તેમજ બે બોટલ વિદેશીદારૂ સાથે ઝડપાતા પોલીસે દારૂ કાર સહિત ત્રણેય શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો