તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધરપકડ:જુગાર અને દારૂના ગુનામાં પકડાઇ ચૂકેલા 3 શખ્સ પાસામાં

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર પોલીસ ચોપડે ચડતા ગુનેગારો સામે પોલીસે નવા કાયદા અંતર્ગત ગુનેગારોને પાસા હેઠળ જેલમાં ધકેલવાની ઝુંબેશ અંતર્ગત ત્રણ ગુનેગારને પાસા હેઠળ જેલહવાલે કરાયા છે. અગાઉ જુગાર ક્લબ ચલાવતા પકડાયેલા બાબરિયા કોલોનીમાં રહેતા સમીર મનસુખ સોરઠિયા નામના શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.

જે દરખાસ્ત પર પોલીસ કમિશનરે મંજૂરીની મહોર મારી હતી. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે સમીર સોરઠિયાની અટકાયત કરી પાસા હેઠળ વડોદરા જેલહવાલે કર્યો છે. સમીર સામે રાજકોટ શહેરમાં બે તેમજ એક વીંછિયા પોલીસમાં જુગારના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. અગાઉ વિદેશી દારૂના ગુનામાં પકડાઇ ચૂકેલા રૈયારોડ, બંસી રેસિડેન્સીમાં રહેતા સંજય ભીખુ શિયાર સામે પાસાનું શસ્ત્ર ઉગામી વડોદરા જેલહવાલે કરાયો છે. જ્યારે જુગારના ગુનામાં લક્ષ્મીનગરના ભાવેશ બચુ પાડલિયાને વડોદરા જેલ ખાતે મોકલી અપાયો છે.

ટ્રાન્સપોર્ટનગરમાં ટ્રક વચ્ચે જુગાર રમતા 3 પકડાયા
શહેરમાં વધુ એક જુગારનો દરોડો પાડી પોલીસે બે ચાલક અને શ્રમિક મળી ત્રણ શખ્સને પકડી પાડ્યા છે. માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા ટ્રાન્સપોર્ટનગરમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની માહિતીના આધારે આજી ડેમ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બે બંધ ટ્રક વચ્ચે સંતાઇને તીનપત્તીનો જુગાર રમતા ઉકા સામત ઝાપડા, ભરત મનજી મકવાણા અને બિજલ જીવા પરમારને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રૂ.11,400ની રોકડ કબજે કરી ત્રણેય સામે કાર્યવાહી કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો