તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અસર:6 ટાંકી વિસ્તારના 3 લાખ લોકો 20મીએ પાણી વિના ટળવળશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેરખી ઇન્ટેકવેલ ખાતે નર્મદા કેનાલનું મેઇન્ટનન્સ કરાશે
  • ગાયત્રીનગર, હરિનગર, તાંદલજા, મકરપુરા,માંજલપુરને અસર થશે

પાલિકાની પાણી પુરવઠા શાખા હસ્તકના શેરખી ઇન્ટેકવેલ ખાતે નર્મદા કેનાલમાં સરદાર સરોવર નિગમ દ્વારા મેઇન્ટનન્સની કામગીરી કરવાની હોવાથી શહેરની 6 ટાંકીઓના વિસ્તારમાં પાણી પુરવઠો 20 ઓક્ટોબરે બંધ રખાશે. જેને પગલે 3 લાખ લોકો પાણી વિના ટળવળશે.નર્મદા કેનાલમાં 19 ઓક્ટોબરે મેઇન્ટનન્સની કામગીરીને પગલે શેરખી ઇન્ટેકવેલ ખાતેથી ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પાણી પુરવઠો મેળવી શકાશે નહીં. જેના કારણે ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી પાણી પુરવઠો મેળવતી શહેરની ગાયત્રીનગર ટાંકી, નવીન વાસણા ટાંકી, હરિનગર ટાંકી, તાંદલજા ટાંકી, મકરપુરા GIDC ટાંકી અને માંજલપુર ટાંકીને 19 ઓક્ટોબરે સાંજે હળવા દબાણથી ઓછા સમય માટે અને વિલંબથી પાણી વિતરણ કરાશે અને 20 ઓક્ટોબરના રોજ સવારે અને સાંજે પાણી વિતરણ નહી કરાયં. ત્યારબાદ 21 ઓક્ટોબરના રોજ સવારે અને સાંજે હળવા પ્રેશરથી, ઓછા સમય માટે, વિલંબથી પાણી વિતરણ કરાશ.ઉલ્લેખનીય છે કે, શહેરમાં દોઢ વર્ષ પહેલાં દૂષિત પાણીની સમસ્યા ઊભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકાતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણીકાપ જાહેર કરાય છે અને લોકો 1થી લઇને 4 દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો