તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવના 3 કેસ

છોટાઉદેપુર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોસીન્દ્રામાં 2 જ્યારે કોલીની યુવતી કોરોનાથી સંક્રમિત થઈ : કુલ આંક 667 થયો

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. રોજેરોજ જિલ્લામાં કેસોની સંખ્યામાં સતત વધારો થતાં પ્રજામાં ગભરાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 664 કેસ પોઝિટિવ નોંધાયા હતા. રવિવાર તા.22 ના રોજ નવા 3 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 667 ઉપર પહોંચ્યો છે. રવિવારે જિલ્લામાં જે 3 પોઝિટિવ કેસ આવ્યા તેમાં (1) 55 વર્ષના પુરુષ કોસીંદ્રા બોડેલી (2) 76 વર્ષના વૃદ્ધ કોસીંદ્રા બોડેલી (3) 28 વર્ષની યુવતી કોલી, છોટાઉદેપુર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રવિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 76 એન્ટીજન અને આર્ટીફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 611 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 34 દર્દીઓ એડમિટ છે અને 19 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 225 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 171 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 125 કેસ, કવાંટ તાલુકા 54 કેસ, પાવીજેતપુર તાલુકા 50 કેસ નસવાડી તાલુકામાં 42 કેસ પોઝીટીવ નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો