અમદાવાદ / નકલી ફિંગર પ્રિન્ટ બનાવી રેશનકાર્ડનું અનાજ બારોબાર વેચતા 3ની ધરપકડ

ઝડપાયેલ આરોપી.
ઝડપાયેલ આરોપી.

  • સરકારી અનાજની દુકાનમાંથી લોકોના ડેટા મેળવી ખોટા બિલ બનાવતા હતા
  • આરોપીના લેપટોપમાંથી 25 હજાર રેશનધારકોનો ડેટા મળી આવ્યો 

Divyabhaskar.com

Dec 09, 2019, 06:31 AM IST
અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઈમે સરકારી અનાજની દુકાનેથી રેશનિંગમાં ચીજવસ્તુઓ લેતા લોકોના ડેટા એકત્ર કરી તેમની નકલી ફિંગરપ્રિન્ટ બનાવી તેમના ભાગનું અનાજ બારોબાર લઈ અન્ય સ્થળે વેચાણ કરવાના રાજયવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી સહિત ત્રણ વ્યકિતઓની ધરપકડ કરી છે.
સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, એક વ્યક્તિ સસ્તા દરના સરકારી અનાજની દુકાનદારોનો સંપર્ક કરી રેશનકાર્ડ ધારકોનો ડેટા મેળવી તે આધારે રેશનકાર્ડના ખોટા બિલો બનાવવા માટે રબર જેવા મટીરીયલનો ઉપયોગ કરી રેશનકા઼ર્ડધારકોના અંગુઠાના ફિંગરપ્રિન્ટ બનાવવાની કામગીરી કરી રહ્યો છે. તેવી બાતમી મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી જેમાં કાર લઈ ગાંધીનગરથી છારોડી ચાર રસ્તા પાસે આવતા ભરત ચૌધરીને ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં તેની પાસેથી બે લેપટોપ મળી આવ્યા હતા, જેમાં 25 હજાર નાગરીકોના રેશનકાર્ડ અને આધારકાર્ડનો ડેટા મળ્યો હતો. તે રેશનિંગની દુકાનવાળાઓનો સંપર્ક કરી તેમની પાસેથી કાર્ડધારકોનો ડેટા સોફટ કોપીમાં મેળવતો હતો અને ફિંગરપ્રિન્ટની રબ્બર ફિંંગરપ્રિન્ટ બનાવી રેશનિંગની દુકાનદારોના ગ્રાહકોના ભાગના રેશનના ખોટા બિલો બનાવી આર્થિક લાભ લેતો હતો. સાયબર ક્રાઇમની ટીમે કુલ 10 લોકો સામે ગુનો દાખલ કરી મુખ્ય આરોપી ભરત ચૌધરી ધવલ પટેલ તથા દુષ્યંત પરમારની ધરપકડ કરી છે.
40થી વધુ દુકાનદારોની સંડોવાણીનો ખુલાસો
મળતી માહિતી અનુસાર ભરત ચૌધરીની સાથે આ કૌભાંડ આચરવામાં રાજયના 40થી વધુ રેશનીંગના દુકાનદારો સંડોવાયેલા છે. આ કૌભાંડ રાજકોટ,આણંદ, જુનાગઢ, ભાભર, પાટણ,ગાંધીનગર, ભચાઉ વગેરે શહેરોમાંથી ચલાવાતું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.
ખોટું બોલી મોબાઈલ એપ બનાવી હતી
આરોપી ભરત ચૌધરી દુકાનદારો પાસેથી નકલી ફિંગરપ્રિન્ટ બનાવવાના રૂ.350 લેતો હતો. તેણે અમદાવાદના એક વ્યકિતને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં મારો કોન્ટ્રાકટ છે તેમ કહી તેમની પાસે ભરત ચૌધરી ડોટ ઈન નામનું પોર્ટલ, જય ભારત નામની મોબાઇ એપ બનાવડાવી હતી.
આ 10 દુકાનદારો સામે ફરિયાદ નોંધાઇ
ભરત પટેલ, (ગાંધીનગર,) દુષ્યંત પરમાર (આણંદ), ધવલ પટેલ( આણંદ), ધવલ સોની (જુનાગઢ), ચિંતન (ભચાઉ),મનહરસિંહ ( રાજકોટ) જોઈતારામ (આણંદ), પાંચાભાઈ (ભાભર), જે.બી (ભચાઉ) તથા કરણસિંહ (પાટણ)નો સમાવેશ થાય છે.
3 આરોપીની ભૂમિકા
  • ભરત ચૌધરી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે રેશનિંગની દુકાનમાં કામ કરતો હતો. હાલમાં તે ડમી ફિંગરપ્રિન્ટ બનાવતો હતો.
  • ધવલ પટેલે હરિયાણા ગુડગાંવ જઈને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાના નામે લોકો પાસેથી આધારકાર્ડ તેમજ ફીંગરપ્રિન્ટ મેળવી ભરત ચૌધરીએ આપેલા સોફટવેરમા અપલોડ કરી ડેટા ભરત ચૌધરીને આપતો હતો.
  • દુષ્યંત પરમાર નકલી રબ્બરની ફિંગરપ્રિન્ટ રેશનિંગના દુકાનદારોને આપી તેમની પાસેથી ડેટા લઈ ભરતને આપતો હતો.
X
ઝડપાયેલ આરોપી.ઝડપાયેલ આરોપી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી