• Home
  • National
  • 2G speed service will be available till March 17 in Jammu and Kashmir

ઈન્ટરનેટ / જમ્મુ કાશ્મીરમાં 17 માર્ચ સુધી ઓછી સ્પીડવાળી 2જી સર્વિસ જ અપાશે

જમ્મુ કાશ્મીરની ફાઇલ તસવીર.
જમ્મુ કાશ્મીરની ફાઇલ તસવીર.

  • કાશ્મીરમાં સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટ્યા

Divyabhaskar.com

Mar 05, 2020, 02:58 AM IST
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં બુધવારે વૉટ્સએપ, ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાગેલા પ્રતિબંધો હટાવી લેવાયા છે. હવે 17 માર્ચ સુધી અહીં 2જી ઈન્ટરનેટ સર્વિસ મળશે, પરંતુ તેના પરથી કોઈ પણ વેબસાઈટ એક્સેસ નહીં કરી શકાય.
આ અંગે ગૃહ વિભાગના મુખ્ય સચિવ શાલીન કાબરાએ કહ્યું કે, કાશ્મીરમાં હજુ પણ હાઈ સ્પિડ ઈન્ટરનેટ સર્વિસ પર પ્રતિબંધ ચાલુ રહેશે. જમ્મુ કાશ્મીરમાં પ્રિ-પેઈડ મોબાઈલ ગ્રાહકોને સરકારી શરતો પૂરી થયા પછી જ ઈન્ટરનેટ સેવા મળશે.
નોંધનીય છે કે, ગયા વર્ષે 5 ઓગસ્ટે કલમ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં ફોન અને ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકાયો હતો. ત્યાર પછી આ વર્ષે 25 જાન્યુઆરીએ 2જી ઈન્ટરનેટ સેવા શરૂ કરીને કેટલીક પસંદગીની વેબસાઈટ એક્સેસ કરવાની મંજૂરી અપાઈ હતી.
X
જમ્મુ કાશ્મીરની ફાઇલ તસવીર.જમ્મુ કાશ્મીરની ફાઇલ તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી