• Home
  • International
  • 27 Indians stuck on Egypt ship, methanol kills 27 in rumor to avoid transit in Iran

કોરોનાવાયરસ / ઈરાનમાં સંક્રમણથી બચવાની અફવામાં મિથેનોલ પીવાથી 27 લોકોના મોત, ઇજિપ્તમાં જહાજ પર 17 ભારતીયો ફસાયા

ઈજિપ્તમાં ફસાયેલું 'એ સારા' જહાજ
ઈજિપ્તમાં ફસાયેલું 'એ સારા' જહાજ

  • ઈરાનમાં અત્યાર સુધી 237 લોકોના મોત, અત્યાર સુધી સંક્રમણના 7167 કેસની પૃષ્ટિ
  • ઈટલીમાં કોરોનાવાયરસથી 366 લોકોનું મોત, 7375 લોકો સંક્રમિત
  • કતરે 9 માર્ચથી ભારત સહિત 14 દેશના પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવ્યા

Divyabhaskar.com

Mar 09, 2020, 10:50 PM IST

બેજિંગ/રોમ/તેહરાન: કોરોનાવાયરસ અત્યારે વિશ્વના 109 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. તેનાથી વિશ્વભરમાં અત્યારસુધી એક લાખ દસ હજારથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. વાયરસના કારણે ઈરાને લગભગ 70 હજાર કેદીઓને મુક્ત કરી દીધા છે. બીજી તરફ ન્યૂઝ એજન્સી ઈરાનાએ સોમવારે જણાવ્યું કે વાયરસ સંક્રમણથી બચવાની અફવા બાદ મિથેનોલ પીવાથી 27 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 595 નવા કેસ સામે આવ્યા છે. ઇજિપ્તમાં 'એ સારા' જહાજ પર સંક્રમણનો કેસ સામે આવ્યા બાદ તમિલનાડુના 17 નાગરિકો ફસાઇ ગયા છે.

જાણકારી પ્રમાણે 5 માર્ચના જહાજ પર એક ભારતીય સહિત 12 ક્રૂ મેમ્બર અને 33 મુસાફરોમાં સંક્રમણની પૃષ્ટિ થઇ હતી. ત્યારબાદ જહાજને લક્ઝર શહેર પાસે નીલ નદી કિનારે રોકી દેવામાં આવ્યું હતું. સંક્રમિત ભારતીયોને ત્યાંની એલેક્ઝાન્ડ્રીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરેક ભારતીયો 27 ફેબ્રુઆરીઓ દેશમાંથી રવાના થયા હતા. તમિલનાડુની વિપક્ષની પાર્ટી પટ્ટાલી મક્કલે કોચીએ કેન્દ્ર સરકારને દરેક ભારતીયોને પરત લાવવાનો આગ્રહ કર્યો છે.

X
ઈજિપ્તમાં ફસાયેલું 'એ સારા' જહાજઈજિપ્તમાં ફસાયેલું 'એ સારા' જહાજ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી