સિદ્ધપુર / કમળાના રોગચાળાના પગલે પાણીના 260 સેમ્પલ લેવાયા

260 samples of water were taken following the jaundice epidemic

  • આરોગ્યની 22 ટીમોએ  સર્વે કરી 13599 લોકોની તપાસ કરી, કમળાનો વધુ એક કેસ મળી આવ્યો

Divyabhaskar.com

Feb 27, 2020, 09:37 AM IST
પાટણ / સિદ્ધપુરઃ સિદ્ધપુરમાં તાહેરપુરા વિસ્તારમાંથી કમળાના 10 કેસો સામે આવતાં આરોગ્ય અને પાલિકા તંત્ર દોડતું થયું છે. બુધવારે આરોગ્ય વિભાગે 22 ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સ હાથ ધરી 13599 લોકોનો સંપર્ક ક્યો હતો.જેમાંથી વધુ એક કમળાનો કેસ સામે આવ્યો હતો .અલગ અલગ 260 ક્લોરીન ટેસ્ટ કરતા જે પૈકી 104 નેગેટિવ આવતા તાત્કાલિક પાણીનું ક્લોરીન થાય તે માટે પાલિકાને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. દરમ્યાન પાલિકાએ પાઇપ લાઈનના લીકેજ શોધવા અને રીપેરીંગ કરવા કામગીરી શરૂ કરી છે પણ કોઇ લીકેજ મળ્યું નથી જેને લઇ સમસ્યાના મૂળ સુધી તંત્ર પહોંચી શક્યું નથી.
સિધ્ધપુરમાં મંગળવારે તાહેરપુરામાં કમળાના 10 દર્દીઓ સામે આવતા રોગચાળાના એંધાણને લઇ આરોગ્ય વિભાગ કામે લાગ્યું હતું અને વધુ કોઈ કેસ નોંધાય તે પૂર્વે આરોગ્ય વિભાગ દ્વારા કમળાગ્રસ્ત વિસ્તાર સહીત આસપાસના વિસ્તારોમાં આરોગ્ય ચકાસણી માટે 22 ટીમો બનાવી કામે લગાડી હતી અને દિવસભર ઘરે ફરી લોકોના આરોગ્યની ચકાસણી કરાઈ હતી સાથે વિસ્તારોમાંથી ક્લોરીન ટેસ્ટ માટે 260 સેમ્પલ લઇ કલોરીન માત્રા ચકાસતાં 156 સેમ્પલ પોઝીટીવ અને 104 નેગેટિવ જણાયા હતા. જેને લઇ આરોગ્ય વિભાગના આદેશ અનુસાર પાલિકા દ્વારા વિસ્તારમાં પાઇપ લાઈન લીકેજ શોધવા ખોદકામ શરૂ કર્યું હતુ.
તમામ વિસ્તારોમાં સર્વે કરાયો
ઝાંપલીપોળ પમ્પીંગ સ્ટેશન માંથી કમળાગ્રસ્ત તાહેરપુરા વિસ્તારમાં પાણી જાય છે. અન્ય વિસ્તારોમાં પણ આ પમ્પીંગ સ્ટેશનમાંથી પાણી જતું હોઈ લાભાન્વિત તમામ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાની અસર છે કે નહીં તે બાબતે સર્વે કરી લોકોને ક્લોરિનેશનની ગોળીઓનું વિતરણ કરાયું હતું તેમ તાલુકા હેલ્થ ઓફિસર રેખા નાયકે જણાવ્યું હતું .
હજુ તંત્ર લીકેજ ન શોધી શક્યું
ચીફ ઓફિસર જે એલ પટેલે જણાવ્યું હતું કે જે 104 સેમ્પલ નેગેટિવ આવ્યા છે એ વિસ્તારમાં પાઇપ લાઈનમાં લીકેજ શોધવાનું કામ શરૂ કર્યું છે હજુ એક પણ લીકેજ મળ્યું નથી તેમજ પમ્પીંગ સ્ટેશનના વોટર વર્કસના સ્ટાફને પાણી ક્લોરીનેશન કરીને તેજ સપ્લાય કરવા સૂચના આપી છે.
X
260 samples of water were taken following the jaundice epidemic

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી