રાજકોટ / PSI બનાવવાની લાલચ આપી 2 લાખ પડાવ્યા બાદ યુવતી સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ

  • ખોટા નામના સહારે મકાન ભાડે અપાવવાની વાતચીત કરી યુવતી સાથે મિત્રતા કરી હતી
  • યુવતીને હોટલમાં બોલાવી અપશબ્દો અને ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હતું

Divyabhaskar.com

Dec 07, 2019, 05:16 PM IST

રાજકોટ: હૈદરાબાદ થયેલા દુષ્કર્મની ઘટના બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આરોપીઓને કડક સજા અપાવવા માટે મહિલાઓ અને યુવતીઓ દ્વારા રેલીઓ કાઢવામાં આવી હતી. જ્યારે ગઇકાલે(શુક્રવાર) હૈદરાબાદ પોલીસે તમામ આરોપીઓનું એન્કાઉન્ટર કરી ઠાર મારી દીધા હતા. ત્યારે ગઇકાલે રાજકોટમાં ફરી એક દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે. ફરિયાદ અનુસાર, 25 વર્ષીય યુવતી સાથે મિત્રતા કરી ચોટીલાના યુવકે દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી
રાજકોટમાં રહેતી યુવતીને ચોટીલાના યુવક સાથે મિત્રતા થઇ હતી. યુવકે પીડિતા પાસેથી PSI બનાવવાની લાલચ આપીને 2 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. યુવકે પીડિતાના બિભત્સ ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. રાજકોટ પોલીસ ફરિયાદના આધારે ચોટીલાના એઝાઝ નૂરમહમદ ગઢવાળા નામના શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

યુવકે ધમકી આપી તેણીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો
પોલીસ ફરિયાદ અનુસાર, આરોપીએ ખોટા નામથી યુવતીને મકાન ભાડે આપવાની વાતચીત કરી તેની સાથે મિત્રતા કરી લીધી હતી. ત્યારબાદ યુવકે પીડિતાને ચોટીલા ખાતે આવેલી એક હોટલમાં બોલાવી હતી. હોટલમાં યુવકે યુવતીને મન ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેણીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. તેમજ યુવતીના અંગત પળોના ફોટા અને વીડિયો પણ ઉતારી લીધા હતા. તેમજ યુવતીને PSI બનાવવાની લાલચ આપીને તેની પાસેથી 2 લાખ રૂપિયા પડાવ્યા હતા. યુવક અવાર-નવાર યુવતીને ફોટા-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હતો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી