તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાપડ ડિલિવરીને અસર:કરફ્યુના બે દિવસમાં 25 % કાપડ ડિલિવરીને અસર થઈ, 70 લાખ પાર્સલની ડિલિવરી એક દિવસ મોડી

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાત્રિ કરફ્યુના કારણે હોટેલ અને રેસ્ટોરેન્ટ ઈન્ડસ્ટ્રીઝની જેમ ટેક્સટાઈલ ગુડ્સનું વહન કરતી ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝને પણ મોટી અસર થઈ છે. હજુ તો રાત્રિ કરફ્યુને 2 દિવસ થયા છે ત્યાં 20 થી 25 ટકા સુધી કાપડ ડિસ્પેચીંગ અને ડિલીવરીને લઈને અસર નોંધાય છે. નવેમ્બર માસની શરૂઆતથી જ 200 થી 220 જેટલા ટ્રક રોજિંદા દક્ષિણ અને ઉત્તરના રૂટ પર દોડાવવામાં આવી રહી હતી. જેના માટે ટ્રકમાં માલસામાન ચઢાવવાની કામગીરી રાત્રિના સમયે જ થતી હોઈ છે. એક ટ્રકમાં અંદાજે રૂ.60 થી 70 લાખના પાર્સલ ડિલીવરી કરવામાં આવે છે.

તે પ્રમાણે નવેમ્બરમાં પ્રતિ દિન રૂ.130 થી 150 કરોડના માલસામાનની અવર-જવર સુરતથી થઈ છે. આ અંગે ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલે જણાવે છે કે, કરફ્યુ લાંબુ ચાલે તો કાપડની ડિલીવરી 1 થી 2 દિવસ ડિલે થાય તેવી ચિંતા છે. હજુ એસોસિએશને કોઈ નિર્ણય નથી કર્યો પરંતુ કેટલાંક ટ્રાન્સપોટર્સ એવા છે કે જેમણે સાંજે 6 વાગ્યા સુધી જ કાપડનું બુકિંગ લેવાનો નિર્ણય કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો