તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:અમદાવાદ શહેરની આસપાસનાં ફાર્મ હાઉસની ડિમાન્ડમાં 25% વધારો

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોની ડિમાન્ડને પગલે આર્કિટેક્ટ નવા પ્લાનમાં ઉમેરી રહ્યા છે વર્કફ્રોમ માટેની સ્પેસ

કોરોના મહામારીના કારણે ઈન્ફ્રાસ્ટ્રકચર , ઈન્ટિરિયર, આર્કિટેકચર અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં ચેન્જ જોવા મળ્યો છે. એક તરફ ડેવલપર્સે રેસિડેન્શિયલ અને ઓફિસ માટે ઓફર આપી છે તો બીજી તરફ તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્કિટેકચરમાં ચેન્જ જોવા મળ્યા છે. આ સમયમાં 20થી 30 કિમીના અંતરે હોય તેવા ફાર્મ હાઉસની ડિમાન્ડ વધી છે. અમદાવાદ રિયલ્ટોર્સ એસોસિએશનના પ્રમુખ નિષિત શાહે કહ્યું કે, ‘વિકેન્ડ સ્પેન્ડ કરવા માટે લોકો શહેરની આસપાસની જગ્યા લે છે. તેમાં શિલજ, રાંચરડા વધારે પસંદ કરે છે. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમ સ્પેસ પણ માંગે છે.’ સિટી ભાસ્કરનો આ અંગેનો સંપૂર્ણ અહેવાલ.

બેકયાર્ડમાં ટેબલ ખુરશી મુકી સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપું છું
IAS કોચિંગ ક્લાસિસના ટ્રેનર મોહિની ખાચરે જણાવ્યું કે, બંગલાના બેકયાર્ડમાં ટ્રેનિંગ ક્લાસિસની શરૂઆત લોકડાઉન પછી કરી હતી. હવે IAS ટ્રેનિંગ માટે વર્ચ્યુઅલી ક્લાસિસ આપી રહ્યા છીએ. બેકયાર્ડમાં ટેબલ અને ચાર ખુરશી મુકી લેપટોપથી સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપું છું. કોરોનાના કારણે કોચિંગ ક્લાસિસ બંધ હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાય છે.

મેં મારા લાઇબ્રેરી સેકશનને ઓફિસ સ્પેસમાં કન્વર્ટ કરી
ઇસ્ટ ઇન્ડિયા એલિવેટરના મેઘઆદિત્યસિંહ ખાચરે કહ્યું કે, લોકડાઉનમાં મેં મારા ઘરની લાઇબ્રેરી સેકશનને ઓફિસ સ્પેસમાં કન્વર્ટ કરી છે. આ સાથે એલિવેટર્સ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ફેરફાર આવ્યા છે. જેમાં પ્યોરીફિકેશન સર્વિસીસ આપવામાં આવી છે. આ એલિવેટર્સમાં 99% જર્મ્સ અને કોવિડ-19 બેક્ટેરિયાને મારી શકાય તેવું પ્યોરીફિકેશન ફેન લગાવવામાં આવ્યું છે.

ગેસ્ટરૂમને અમે વર્ક સ્પેસમાં કન્વર્ટ કર્યો
વર્ક ફ્રોમ હોમના કારણે અમે ગેસ્ટરૂમને વર્ક સ્પેસમાં કન્વર્ટ કરી દીધો છે. જેમાં આરામથી ઓફિસના કામ કરી શકીએ છીએ. મારી વાઇફ ફૂડ ક્રિએટર છે અને મારો ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ છે જેથી અમે નવા ઘરમાં પ્લાન ચેન્જ કરી વેટિંગ સ્પેસને વર્ક સ્પેસમાં ફેરવી દીધો છે. - તેજસ અને જાનકી દેસાઇ, ક્લાઇન્ટ

વર્ક ફ્રોમ હોમ સ્પેસ સ્કિમમાં જોવા મળશે
શિવાલીક શારદા હાર્મનીમાં 3BHK એપાર્ટમેન્ટની સાથે વર્ક ફ્રોમ સ્પેસ આપવામાં આવે છે. વર્તમાન કોરોનાકાળના આ સમયમાં લોકોની ડિમાન્ડ પણ હતી. આ સ્પેસ 60થી 70 સ્કવેર ફૂટની છે. આ સ્પેસના કારણે બજેટમાં કે રેસિડન્શિયલ એરિયામાં કોઈ ખાસ ફરક નહીં પડે. જેની ડિઝાઈન હજી તૈયાર થઈ રહી છે. - ચિત્રક શાહ, શિવાલીક ગ્રૂપ

ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પ્લાનિંગ ચેન્જ કર્યા
કોરોના મહામારીના કારણે મોટાભાગના લોકો ઓફિસ હોમ પ્રિફર કરે છે. કેમ કે આ સેફ્ટી મેટર છે. આ કામને પ્રોફેશનલ ટચ આપવા માટે લોકડાઉન પહેલા ચાલતી સાઈટમાં અનલોક પછી ડિઝાઈન બદલાવી વેઈટિંગ એરિયાને અમે ઓફિસમાં કન્વર્ટ કરી છે. આ પ્રકારના ચેન્જિસ માટે અમારી પાસે કેટલાક જૂના કલાઇન્ટ્સના કોલ્સ પણ આવી રહ્યા છે. - કુલીન પટેલ, આર્કિટેક્ચર

ઘર, ઓફિસ પાસે લેવાનું વિચારે છે
અગાઉ 10 ટકા જેટલી ફાર્મ હાઉસની ઈન્કવાયરી આવતી હતી. જ્યારે હવે તેની ડિમાન્ડ 25 ટકા વધી છે. લોકો ફાર્મ હાઉસ પર એક વિકને બદલે એક-બે મહિના રોકાય છે અને ત્યાંથી કામ કરે છે. જ્યારે એક કન્સલટન્ટ તરીકે લોકો નવા ઘર લેતા પહેલા ગાર્ડન સ્પેસ અને ખુલ્લી જગ્યા હોય તેમજ ઓફિસથી નજીક હોય તેની પસંદ કરે છે. - આનંદ ચોક્સી, MD, ધ રિયલ એસ્ટેટ કનેક્ટ

લોકો વર્ક ફ્રોમ હોમ સ્પેસને ચેન્જ કરે છે
હાલ લોકો પોતાના ઘરમાં એક ખૂણાને સંપૂર્ણ વર્ક સ્પેસમાં બદલી લેતા હોય છે. આ સ્પેસમાં લોકો એક ટેબલ સાથે લેપટોપ ચાર્જિંગ સ્ટેન્ડ અને ખુરશી મુકી વર્કિંગ સ્પેસ ક્રિએટ કરી શકે છે. 100 ટકા લોકો આ સ્પેસને હવે તેમનાં રોજિંદા જીવનમાં અપનાવી રહ્યા છે. મારા ઘરે મેં સ્ટુડિયો તૈયાર કર્યો છે. - કંદર્પ શાહ, પ્રિન્સિપલ આર્કિટેક્ટ, ત્વષ્ટા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો