મિસ અમેરિકા 2020  / 24 વર્ષની બાયોકેમિસ્ટે સ્ટેજ પર કેમિસ્ટ્રીનો પ્રયોગ કરીને ખિતાબ જીત્યો, લેબ કોટ પહેરીને સ્ટેજ પર પહોંચી

કેમિલી લેબ કોટ પહેરીને સ્ટેજ પર પહોંચી અને જજોને સ્ટેજ પર જ કેમિસ્ટ્રીનો પ્રયોગ કરી બતાવ્યો.

  • ફાર્મસી વિષયમાં ડૉક્ટરેટ કરી રહી છે કેમિલી શ્રિયર, સ્પર્ધા જીતતા 36 લાખની સ્કોલરશિપ મળશે

Divyabhaskar.com

Dec 21, 2019, 02:46 PM IST
ન્યૂયોર્ક: મિસ અમેરિકા 2020નો ખિતાબ અમેરિકાના વર્જિનિયાની રહેવાસી એક બાયોકેમિસ્ટ કેમિલી શ્રિયરએ જીતી લીધો છે. કેમિલીએ 50 મહિલાને હરાવી આ સ્પર્ધા જીતી. મિસ અમેરિકાની છેલ્લી ચેલેન્જમાં સ્પર્ધકોએ તેમની છૂપી પ્રતિભા બતાવવાની હતી. 24 વર્ષની કેમિલી લેબ કોટ પહેરીને સ્ટેજ પર પહોંચી અને જજોને સ્ટેજ પર જ કેમિસ્ટ્રીનો પ્રયોગ કરી બતાવ્યો. કેમિલીએ કહ્યું કે તે ‘વુમન આૅફ સાયન્સ’ બનીને મિસ અમેરિકાના તાજ સાથે જોડાયેલી વ્યાપક માન્યતા તોડવા માગતી હતી. સતત બીજા વર્ષે એવું થયું કે આ સ્પર્ધામાં ભાગ લેનારી મહિલાઓને એ આધારે પસંદ ન કરાઇ કે તેઓ સ્વિમિંગ કોસ્ચ્યૂમ કે ઇવનિંગ ગાઉનમાં કેવી દેખાય છે? આ સ્પર્ધા જીતવા પર કેમિલીને 36 લાખ રૂ. સ્કોલરશિપ અને મિસ અમેરિકાની ‘નોકરી’ મળશે. આ પદ માટે તેને એક વર્ષ સુધી મહેનતાણું મળશે, જેથી તે પદનો ઉપયોગ સમાજ પર પ્રભાવ પાડવા માટે કરી શકે, લોકોને સારા કામ કરવા પ્રેરિત કરી શકે.
2018માં ફોરમેટ બદલાયું
આયોજકોએ મિસ અમેરિકા કોન્ટેસ્ટના ફોરમેટમાં વર્ષ 2018માં ફેરફાર કર્યો હતો. સ્વિમ સૂટ સેગ્મેન્ટ હટાવાયો અને સ્પર્ધકોના દેખાવના આધારે તેમને ક્રમ આપવાનું ઓછું કરાયું. તેના બદલે સ્પર્ધકોને તેમની પ્રતિભા અને ઝનૂન દર્શાવવાની તક અપાઇ. 2018માં મિસ અમેરિકા બનેલી ગ્રેચેન કાર્લસને ફેરફારોની જાહેરાત કરતા કહ્યું હતું કે હવે અમે સ્પર્ધકોને તેમના બાહ્ય શારીરિક દેખાવના આધારે જજ નહીં કરીએ. સ્પર્ધાના આયોજકોનું કહેવું છે કે આ ફેરફારો પછી મિસ અમેરિકામાં વધુ યુવતીઓ ભાગ લઇ રહી છે. તેનાથી કોન્ટેસ્ટનું એક નવું રૂપ સામે આવ્યું છે.
મિસ અમેરિકા કોઇ શીખ આપી શકે તેવી હોવી જોઇએ: કેમિલી
કોન્ટેસ્ટ દરમિયાન જજીસ (સિંગર કેલી રોલેન્ડ, અભિનેત્રી કરામો બ્રાઉન અને લોરેન એશ)ની પેનલે કેમિલીને તેની પ્રતિભા વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે મિસ અમેરિકા એવી હોવી જોઇએ કે જે શીખ આપી શકે. કેમિલી પાસે સાયન્સની બે ડિગ્રી છે. તે વર્જિનિયા કોમનવેલ્થ યુનિ.માંથી ફાર્મસીમાં ડૉક્ટરેટ કરી રહી છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી