તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:જિલ્લામાં વધુ 23 પોઝિટીવ, 4ના મોત; તંત્રની દોડધામ, શહેર કરતાં તાલુકાઓમાં વધુ દર્દીઓ

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલો ફરી દર્દીઓથી ઉભરાઇ :

ખેડા જિલ્લામાં દિવાળી બાદ કોરોના સંક્રમણની સ્થિતી ગંભીર બનતી જઇ રહી છે. છેલ્લા 3 દિવસમાં કોરોના દર્દીઓનો આંક 20 થી ઉપર જ નોંધાઇ રહ્યો છે. રવિવારે જિલ્લામાં વધુ 23 કોરોના પોઝિટીવ દર્દીઓ મળી આવતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોનાની સારવાર લઇ રહેલા વધુ 4 દર્દીઓના મોત નીપજ્યા છે.

ખેડા જિલ્લામાં રવિવારે કોરોના સંક્રમણની સ્થિતી ચિંતાજનક બની રહી છે. રવિવારે જિલ્લામાં વધુ 23 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેમાં શહેરના અમદાવાદી બજારમાં દવે પોળમાં રહેતા 58 વર્ષના આધેડ, મંજીપુરા રોડ પર આવેલા પુજન બંગ્લોઝમાં રહેતા 67 વર્ષના વૃધ્ધ, કોલેજ રોડ પર આવેલી નંદન પાર્ક સોસાયટીમાં રહેતા 59 વર્ષના આધેડ, કાંકરખાડ ચોરામાં રહેતા 50 વર્ષના આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત નડિયાદ તાલુકાના નરસંડામાં રહેતા 32 વર્ષની યુવતી, 13 વર્ષની કિશોરી, 40 વર્ષિય મહિલા, 69 વર્ષના વૃધ્ધ, તેની બાજુમાં આવેલા રાજનગરમાં રહેતા 57 વર્ષના આધેડ મહિલા પણ કોરોનાની ઝપેટે ચઢ્યા છે.

મહેમદાવાદના રતનપુરાના ભાથિજી ફળિયામાં રહેતા 40 વર્ષિય યુવક અને અકલાચાના આઝાદ પોળમાં રહેતા 59 વર્ષના આધેડ, કેસરા ગામની પટેલ ખડકીમાં રહેતા 22 વર્ષિય યુવક, 43 વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ગળતેશ્વર તાલુકાના સોનીપુર ગામે રહેતા 42 વર્ષિય યુવક, થર્મલ કોલોનીમાં રહેતો 12 વર્ષનો કિશોર, કઠલાલ તાલુકાના લસુન્દ્રાનો 28 વર્ષિય યુવક, ખેડાના હરિયાળા ગામે રહેતા 45 આધેડ, મહુધાના ઉંદરા ગામે રહેતા 32 વર્ષિય યુવતી, ડાકોરના યમુના કુંજમાં રહેતા 53 વર્ષના મહિલા અને 56 વર્ષના આધેડનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેવી જ રીતે કપડવંજમાં રહેતા 3 પોઝિટીવ દર્દીઓ મળી આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં રવિવારે કોરોનાની સારવાર લઇ રહેલા 4 દર્દીઓના મોત નીપજ્યા હતા.

કેડવાપુરા ગામે એકજ પરિવારના 5 ઝપેટમાં
વિરપુર તાલુકાના અલગ‌ અલગ વિસ્તારોમાંથી શુક્રવારે સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વિરપુર, ધાટડામાં એક-એક અને ડેભારીના કેડવાપુરા ગામે એકજ પરિવારના પાંચ સભ્યોને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. વિરપુર તાલુકામાં લાંબા સમય બાદ અચાનક પોઝિટિવ કેસોમાં વધારો થયો છે. હાલમાં શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો