તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોધખોળ:ગોવંડીમાં જાન્યુઆરીથી 21 યુવતીઓ રહસ્યમય રીતે ગુમ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ 12 યુવતીઓને શોધવામાં સફળતા મેળવી

મુંબઈના ગોવંડી વિસ્તારમાંથી જાન્યુઆરીથી અલગ અલગ ઘટનામાં 21 યુવતીઓ ગુમ અથવા અપહરણ કરાયું હોવાની ફરિયાદો પોલીસમાં નોંધાઈ હતી. આમાંથી નવ ગુમ થયેલી યુવતીઓ અને અપહરણ કરાયેલી આઠ યુવતીને શોધી કાઢી હોવાનો દાવો પોલીસે કર્યો છે. એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, આ યુવતીઓને છેલ્લા બે મહિનામાં શોધી કાઢવામાં આવી હતી.

ગોવંડી પોલીસ સ્ટેશનમાં આ વર્ષની શરૂઆતમાં આઠ યુવતીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. જોકે સગીરને શોધી કાઢવામાં આવ્યા છે અને તેમનાં માતા- પિતા સાથે ફરી મેળાપ કરાવ્યો છે. ઉપરાંત 15 મહિલાઓના પરિવારના સભ્યોએ પણ ગુમ થયા બાદ ફરિયાદ નોંધાવી હતી. તેમાંથી 11 મહિલાઓની શોધ કરવામાં આવી છે અને ચાર અન્યની શોધખોળ ચાલુ છે.આ યુવતીઓની સરેરાશ ઉંમર 15થી 25 વર્ષ છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ શંકા વ્યક્ત કરી છે કે ગોવંડી વિસ્તારની ગુમ થયેલી યુવતીઓનું જોડાણ લવ જેહાદ સાથે છે. વળી, ઠાકરે સરકાર આ તમામ મુદ્દાઓની તપાસ કરશે? સોમવારે સોમૈયા ખુદ આ વિસ્તારની મુલાકાત લેશે અને સ્થાનિકો સાથે અને ગોવંડી પોલીસ સ્ટેશનના અધિકારી સાથે વાત કરશે.

તેમણે આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કરી છે. મુંબઈ પોલીસ વેબસાઇટમાંથી ગુમ થયેલાનાં નામોની યાદી મેળવી છે. એટલે જ, જે છોકરીઓ છેલ્લા 11 મહિનામાં ગુમ થઈ છે, તેઓનો લવ જેહાદ સાથે કોઈ સંબંધ છે કે કેમ? તેમણે માગણી પણ કરી છે કે ઠાકરે સરકારે આની તપાસ કરવી જોઇએ. છેલ્લા 12 દિવસમાં વધુ 4 છોકરીઓ ગાયબ થતાં લવ જેહાદની આસપાસની શંકા ફરી એકવાર તીવ્ર બની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો