તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:જિલ્લામાં વધુ 21ને કોરોના પોઝિટિવ, 2નાં મોત; કુલ કેસનો આંકડો 2300ને પાર

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે વધુ 21 વ્યક્તિઓ કોરોના સંક્રમીત બનતા જિલ્લામાં અત્યાર સુધીનો કુલ કોરોના પોઝિટીવનો આંકડો 2300 ને પાર કરી ગયો હતો. જ્યારે કોરોનાથી લીંબડી અને સુરેન્દ્રનગરમાં એક એક વ્યક્તિનું મોત નિપજતા કુલ મૃત્યુ આંક 126 એ પહોંચ્યો હતો.

જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસ સીંગલ ડીજીટમાં આવતા હતા ત્યારે છેલ્લા બે દિવસથી આંકડો ડબલ ફીગરે પહોંચ્યો છે. શનિવારે 20 કેસ નોંધાયા બાદરવિવારે સુરેન્દ્રનગર, વઢવાણ શહેર સહીત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સહીત કુલ 21 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાના કારણે સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર રહેતા 61 વર્ષીય વૃધ્ધ અને લીંબડીના 56 વર્ષીય આધેડનું મોત થયું હતું. આમ જિલ્લામાં રવિવારે વધુ બે વ્યક્તિઓના મોત થતાં જિલ્લામાં કૃલ મૃત્યુ આંક 126 એ પહોંચ્યો હતો. જ્યારે રવિવારે નોંધાયેલ 21 સાથે જિલ્લામાં કુલ કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 2300 ને પાર કરી જતાં 2308 એ પહોંચ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો