તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પંચમહાલમાં કોરોનાના 21 કેસ કોરોના @ 3032

ગોધરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાગ્રસ્ત 9 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાતાં સક્રિય કોરોના દર્દીઓનો આંક 155 પર પહોંચ્યો

પંચમહાલ જિલ્લામાં રવિવારે કોવિડ-19 સંક્રમણના 21 નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3032 થવા પામી છે. 9 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 155 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 13 કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી 4, હાલોલમાંથી 8 કેસ અને કાલોલમાંથી 1 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2205 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી 8 કેસ મળી આવ્યા છે.

હાલોલ ગ્રામ્યમાંથી 5, ઘોઘંબા ગ્રામ્યમાંથી 2 અને શહેરા ગ્રામ્યમાંથી 1 કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળેલ કેસોની સંખ્યા 827 થઇ છે. સાજા થતા રવિવારે કુલ 11 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 2756 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 155 થઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો