એલેન્ટ્રા ડેબ્યૂ / 2021 હ્યુન્ડાઈ એલેન્ટ્રા બોલ્ડ ડિઝાઈન સાથે રજૂ થઈ, કારમાં 2.0 લીટર પેટ્રોલ એન્જિનનો ઓપ્શન ઉપલબ્ધ છે

2021 Hyundai Elantra introduced with bold design, option of 2.0 liter petrol engine in car

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 04:56 PM IST

ઓટો ડેસ્ક. હ્યુન્ડાઈએ નવી એલેન્ટ્રા રજૂ કરી છે. તે સાતમી જનરેશન હ્યુન્ડાઈ એલેન્ટ્રા છે. નવી કાર થર્ડ-જનરેશન K3 પ્લેટફોર્મ પર આધારિત છે. તેની ડિઝાઈન અત્યારના મોડેલ કરતા એકદમ અલગ છે. તે 4-ડોર કૂપ કારની જેમ દેખાય છે. નવી એલેન્ટ્રાનો લુક એકદમ બોલ્ડ અને સ્પોર્ટી છે. કારનું ઈન્ટિરિયર પણ એકદમ નવું છે. નવી હ્યુન્ડાઈ એલેન્ટ્રા ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. નવી એલેન્ટ્રાની એક્સ શોરૂમ કિંમત અંદાજે 16થી 22 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

ફ્રન્ટ લુક
ન્યૂ જનરેશન હ્યુન્ડાઈ એલેન્ટ્રામાં નવી 3D કેસ્કેડ ગ્રિલ, સ્વેપ્ટબેક LED હેડલેમ્પ અને સ્લિમ LED DRL આપવામાં આવી છે. કારનું બંપર નવું છે, જે એકમદ શાર્પ દેખાય છે. બોનેટ પર પણ શાર્પ કેરેક્ટર લાઈન્સ આપવામાં આવી છે.

સાઈડ અને રિઅર લુક
કારમાં 17 ઈંચના ડાયમંડ કટ અલોય વ્હીલ, સ્લીક આઉટસાઈડ રિઅર વ્યૂ મિરર્સ અને કૂપ જેવી રૂફ લાઈન આપવામાં આવી છે. પાછળની તરફ ટ્રાઈએંગ્યુલર ટેલ લાઈટ છે, જે એક LED લાઈટ સ્ટ્રિપ સાથે જોડાયેલી છે. રિઅર બંપરની ડિઝાઈન એકદમ શાર્પ છે. ડ્યુઅલ ટોન બંપર ગ્લોસી બ્લેક ફિનિશ અંડરબોડી ક્લેડીંગ અને એક્ઝોસ્ટ ટિપ્સ ની સાથે આપવામાં આવ્યા છે.

ઈન્ટિરિયર અને ફીચર
ન્યૂ જનરેશન એલેન્ટ્રાનું કેબિન પણ નવું છે. ટોપ વેરિઅન્ટમાં 10.25 ઈંચની બે ટચસ્ક્રીન આપવામાં આવી છે, જેમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટ અને બીજી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે છે. કારમાં નવા મલ્ટિફંક્શનલ સ્ટીઅરિંગ વ્હીલ, ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ અને ડ્રાઈવર અટેન્શન મોનિટરિંગ સિસ્ટમ જેવા ફીચર આપવામાં આવ્યા છે. નવી એલેન્ટ્રા હ્યુન્ડાઈ બ્લૂલિંક ક્નેક્ટેડ કાર ટેક્નોલોજીથી સજ્જ છે. તે ઉપરાંત કારમાં પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ અને રિઅર વ્યૂ કેમેરા સહિત ઘણા શાનદાર ફીચર આપવામાં આવ્યા છે.


પાવર
ઈન્ટરનેશનલ માર્કેટમાં નવી હ્યુન્ડાઈ એલેન્ટ્રામાં 1.6 લીટર, 4 સિલિન્ડર હાઈબ્રિડ પેટ્રોલ એન્જિન મળશે, જે 137 bhp પાવર અને 264 Nm ટોર્ક જનરેટ કરે છે. તે એન્જિન 6-સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાંસમિશનથી સજ્જ છે. તે ઉપરાંત કારમાં 2.0 લીટર પેટ્રોલ એન્જિનનો ઓપ્શન છે. આ એન્જિન 145 bhp પાવર અને 179 Nm ટોર્ક જનરેટ કરે છે. તે CVT ઓટોમેટિક ટ્રાંસમિશનથી સજ્જ છે.

X
2021 Hyundai Elantra introduced with bold design, option of 2.0 liter petrol engine in car

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી