• Home
  • Business
  • Latest News
  • 2019 has been a challenging year for the country's auto industry, with most company sales declining in the December quarter.

ઓટો સેક્ટર / દેશના ઓટો ઉદ્યોગ માટે 2019નું વર્ષ પડકારરૂપ રહ્યું, ડિસેમ્બર ક્વાર્ટરમાં મોટાભાગની કંપનીના વેચાણમાં ઘટાડો થયો

2019 has been a challenging year for the country's auto industry, with most company sales declining in the December quarter.
X
2019 has been a challenging year for the country's auto industry, with most company sales declining in the December quarter.

  • કાર, સ્પોર્ટ યુટીલિટી વ્હિકલ (SUV), વાનનું સંયુક્ત વેચાણ વર્ષ 2019માં 3 મિલિયન યુનિટથી ઓછું નોંધાયું 
  •  NBFC કટોકટી બાદ તરલતાની તંગી, એપ્રિલ 2020થી એમિશન ધોરણો ઓટો સેક્ટર માટે પડકારૂપ રહ્યા

Divyabhaskar.com

Jan 02, 2020, 05:58 PM IST
બિઝનેસ ડેસ્કઃ અનેક મોરચે મુશ્કેલીનો સામનો કરી રહેલા ઓટો ઉદ્યોગ માટે વર્ષ 2019 છેલ્લા બે દાયકામાં સૌથી મુશ્કેલીભર્યું વર્ષ બની રહ્યું હતું. કેટલીક અનિશ્ચિતતા, ધિરાણમાં મુશ્કેલી તથા આર્થિક મોરચે કપરા ચઢાણની ઓટો સેક્ટરમાં વેચાણ પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. કાર, સ્પોર્ટ યુટીલિટી વ્હિકલ (SUV), વાનનું સંયુક્ત વેચાણ વર્ષ 2019માં 3 મિલિયન યુનિટથી નીચુ નોંધાયું હતુ. આ અગાઉ વર્ષ 2017માં આ ત્રણેય સેગમેન્ટે સૌ પ્રથમ વખત 3 મિલિયન યુનિટ વેચાણનો બેન્ચમાર્ક કુદાવ્યો હતો. સામાન્ય રીતે ઓટો ઉદ્યોગમાં તેજી અને મંદીનું વલણ ચક્રિય હોય છે, એટલે કે વેચાણ-તેજીમય વૃદ્ધિ અમુક સમયગાળા બાદ વેચાણ-મંદી ઘટાડાના ચક્રિય વલણની શરૂઆત થતી હોય છે. જોકે, તેમા કેટલીક બાબત અપવાદરૂપ હોય છે. ભારતીય ઓટો સેક્ટરમાં મંદીની શરૂઆત 2018ના મધ્યભાગથી થઈ હતી. આર્થિક વૃદ્ધિ અંગે પ્રવર્તિ રહેલા ઘટાડા તરફી વલણની આ ઉદ્યોગ પર અસર જોવા મળી છે. વૈશ્વિક મંદી, નોન બેન્કિંગ ફાયનાન્સિયલ કંપની (NBFC)ની તરલતા સંબંધિત કટોકટી તેમ જ BS4થી એપ્રિલ, 2020થી BS6 એમિશનના ધોરણો અંગેની મૂંઝવણની ઓટો સેક્ટરને અસર થઈ છે.

મારુતિ, M&M સિવાયની ઘણી ઓટો કંપનીઓએ ડિસેમ્બર ક્વોર્ટરના વેચાણમાં ઘટાડો નોંધાવ્યો

 આઈસર મોટર્સના રોયલ એનફિલ્ડનું વેચાણ 13 ટકા ઘટ્યું છે. આઈસર મોટર્સ લિમિટેડના રોયલ એનફિલ્ડનું વેચાણ ડિસેમ્બર,2018ની તુલનામાં 13 ટકા ઘટી 50,416 યુનિટ રહ્યું છે. 350 CC સુધીની એન્જીન ક્ષમતા ધરાવતા મોડલમાં વેચાણ 11 ટકા ઘટી 47,788 યુનિટ થયું છે. 350 CCથી વધુ એન્જીન ક્ષમતા ધરાવતા મોડલમાં 41 ટકા ઘટી 2,628 યુનિટ થયું છે. આ ઉપરાંત કુલ નિકાસ 13 ટકા ઘટીને 19,29 યુનિટ થયુ છે.

અશોક લેલેન્ડનું ડિસેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે વેચાણ 28 ટકા ઘટી 11,168 યુનિટ થયું છે. મધ્યમ અને ભારે વાણિજ્ય વાહન ટ્રકનું વેચાણ 59 ટકા ઘટી 3,809 યુનિટ રહ્યું છે. જોકે મધ્યમ અને ભારે વાણિજ્ય બસનું વેચાણ 85 ટકા વધી 2,560 યુનિટ થયું છે. કુલ સ્થાનિક મધ્યમ અને ભારે વાણિજ્ય વાહનનું વેચાણ 40 ટકા ઘટી 6,369 યુનિટ થયું છે. જ્યારે હળવા વાણિજ્ય વાહનોનું વેચાણ 2 ટકા ઘટી 4,009 યુનિટ રહ્યું છે. સ્થાનિક સ્તરે કુલ વાહનોનું વેચાણ 29 ટકા ઘટી 10,378 યુનિટ રહ્યું છે.

બજાજ ઓટોનું ડિસેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે વેચાણ 3,36,055 યુનિટથી 3 ટકા ઘટી 3,46,199 યુનિટ થયું છે. દ્વિ-ચક્રિય વાહનોનું વેચાણ પણ 346,199 યુનિટથી ઘટી 3,36,055 યુનિટ થયું છે.  ડિસેમ્બરમાં મોટરસાયકલોનું વેચાણ 21 ટકા ઘટી 124,125 યુનિટ થયું છે, જે અગાઉ 157,252 યુનિટ હતું. જોકે મોટરસાયકલની નિકાસ 13 ટકા વધી 160,677 યુનિટ થઈ છે. વાણિજ્ય વાહનોનું સ્થાનિક વેચાણ 26 ટકા વધી 29,038 યુનિટ થયું છે. વાણિજ્ય વાહનોની નિકાસ 8 ટકા ઘટી 22,251 યુનિટ થઈ છે. 

ટાટા મોટર્સ લિમિટેડનું ડિસેમ્બર,2019માં કુલ વેચાણ 13.8 ટકા ઘટી 46,903 યુનિટ રહ્યું છે. કંપનીએ અગાઉના વર્ષની સમાન અવધીમાં કુલ 54,439 યુનિટ વેચાણ નોંધાવ્યું હતુ. સ્થાનિકસ્તરે કુલ વેચાણ 50440 યુનિટથી 12 ટકા ઘટી 44,254 યુનિટ રહ્યું છે. પેસેન્જર વાહનનું વેચાણ 14,260 યુનિટથી 10 ટકા ઘટી 12,785 યુનિટ થયું છે. ટાટા મોટર્સના વાણિજ્ય વાહનોનું કુલ વેચાણ 40,015 યુનિટથી 15 ટકા ઘટી 34,082 યુનિટ થયું છે.

હોન્ડાનું સ્થાનિક સ્તરે વેચાણ 36 ટકા ગગડ્યું છે. કંપનીનું વેચાણ ડિસેમ્બર,2019માં 8,412 યુનિટ રહ્યું છે, જે અગાઉના વર્ષની સમાન અવધીમાં 13,139 યુનિટ હતું.  હ્યુન્ડાઈ મોટરનું કુલ વેચાણ ડિસેમ્બર મહિનામાં 55,638 યુનિટથી 9.90 ટકા ઘટી 50,135 યુનિટ રહ્યું છે. સ્થાનિક વેચાણ પણ 42,093 યુનિટથી ઘટી 37,953 યુનિટ રહી છે. ડિસેમ્બર દરમિયાન નિકાસ 10.06 ટકા ઘટી 12,182 યુનિટ રહ્યું છે. એસ્કોર્ટના યુનિટોનું વેચાણ પણ નોંધપાત્ર પ્રમાણમાં ગગડ્યું છે. ટ્રેક્ટરની ઉત્પાદક એસ્કોર્ટ લિમિટેડનું ડિસેમ્બર મહિનામાં વેચાણ 10.50 ટકા ઘટી 4,114 યુનિટ નોંધાયુ છે. જ્યારે આ ગાળામાં નિકાસ પણ 20.2 ટકા ઘટી 308 યુનિટ નોધાઈ છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) લિમિટેડનું ઓટો સેક્ટરમાં ડિસેમ્બર દરમિયાન હોલસેલ વેચાણ 1 ટકા જેટલું મામુલી ઘટી 39,230 યુનિટ રહ્યું છે, જોકે પેસેન્જર કારનું વેચાણ 4 ટકા વધી 15,691 યુનિટ અને યુટીલિટી વ્હિકલનું વેચાણ 10 ટકા વધી 15,225 યુનિટ રહ્યું છે. ટ્રેક્ટર સેગમેન્ટમાં વેચાણ 4 ટકા વધી 17,213 યુનિટ થયું છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી