ધાર્મિક / વીરપુરમાં જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રનાં 200 વર્ષ પૂર્ણ, 18થી 26મી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન

ખોબા જેવડા વીરપુર ગામમાં સાગર જેવડા આયોજન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ખોબા જેવડા વીરપુર ગામમાં સાગર જેવડા આયોજન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

 • મોરારિબાપુની કથા, બ્રહ્મચૌર્યાસી, ઐશ્વર્યા મજુમદારની સંગીત સંધ્યાનું આયોજન

Divyabhaskar.com

Jan 14, 2020, 01:04 AM IST
વીરપુર: જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોનાં સૂત્રને સાર્થક કરનાર પૂજ્ય સંત શિરોમણી જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200 વર્ષ પૂર્ણ થતાં અન્નક્ષેત્ર દ્વિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત મોરારિબાપુની કથાનું ભવ્ય આયોજન કરાયું છે જેની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. અમરેલીના ફતેહપુર ગામના પૂજ્ય ભોજલરામ બાપાના આદેશ અને પ્રેરણાથી વિક્રમસવંત ૧૮૭૬ની મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં પૂજ્ય બાપાના આંગણે ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે. ૧૮ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ વીરપુરમાં દ્વિ શતાબ્દી મહોત્સવ ઊજવવાશે જેમાં મોરારિબાપુની રામ કથા અને ૧૫ થી ૨૦ હજાર બ્રાહ્મણોને બ્રહ્મચોર્યાશી કરાવવામાં આવશે.
દ્વિ-શતાબ્દી મહોત્સવની હાઇલાઇટ્સ
 • વિક્રમસવંત 1876ની મહાસુદ બીજે અન્નક્ષેત્રનો પ્રારંભ
 • 200 વર્ષથી અન્નક્ષેત્ર અવિરત ચાલુ
 • 21 જાન્યુઆરીએ નામાંકિત ગાયિકા એશ્વરીયા મજમુદાર
 • 23 જાન્યુઆરીએ સૂફી સંગીતકાર રિચા શર્મા
 • 20 હજાર બ્રાહ્મણને બ્રહ્મચોર્યાશી કરાવાશે
 • 30 હજારની બેઠક ધરાવતો જર્મન ડોમ તૈયાર
 • 4 હજાર શ્રધ્ધાળુ માટે ગેસ્ટહાઉસની વ્યવસ્થા
 • 2 ગેસ્ટહાઉસ ખોડલધામ ખાતે બુક કરાવ્યા
 • 9 દિવસ વીરપુર ગામમાં ચૂલો નહીં સળગે
 • 1000થી વધુ સ્વંયમ સેવકો સેવા આપશે
X
ખોબા જેવડા વીરપુર ગામમાં સાગર જેવડા આયોજન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ખોબા જેવડા વીરપુર ગામમાં સાગર જેવડા આયોજન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી