તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:9 મહિનામાં એક જ વોર્ડના 3 કિમી વિસ્તારની પાણી લાઈનમાં 20 લીકેજ

વડોદરા2 દિવસ પહેલાલેખક: નિશાંત દવે
 • કૉપી લિંક
 • પાણી કેટલું પહોંચ્યું તે માટે સ્કાડા, પણ લાઇનમાં લીકેજ કેમ થાય તો પાલિકા માથું ખંજવાળે છે
 • સરદાર એસ્ટેટ પાછળના ભાગથી ખોડિયાર નગર સુધીના ભાગમાં છાશવારે લીકેજ
 • પાલિકાના અણઘડ વહીવટના પાપે નાગરિકોને ગંદા પાણી અને પ્રેશરની સમસ્યા વેઠવી પડે છે
 • લીકેજના રિપેરિંગ માટે રૂા. 30 લાખનું પાલિકાનું બજેટ, એક લીકેજ પાછળ 50 હજારનું આંધણ

લોકોના ઘર સુધી પાણી કેટલું પહોંચ્યું તે જાણવા માટેનો સ્કાડાનો પ્રોજેક્ટ પાલિકા હાથ પર લઈ રહી છે, પરંતુ પાણીની લાઈનમાં છાશવારે થતા લીકેજનું કારણ શોધી શકતી નથી. શહેરમાં પાણીની લાઇનમાં લીકેજની અડધોઅડધ ઘટનાઓ પૂર્વ વિસ્તારમાં થાય છે અને તેમાં પણ સરદાર એસ્ટેટની પાછળથી ખોડિયાર નગર સુધીનો વિસ્તાર પાણીની લાઈનમાં થતાં લીકેજ માટેનો હોટસ્પોટ વિસ્તાર બની ગયો છે.

શહેરમાં પાણીનો પ્રથમ સ્ત્રોત આજવા હતો અને ત્યારબાદ મહીસાગર અને ત્યારબાદ ખાનપુર ખાતે નવો સ્ત્રોત વિકસાવવામાં આવ્યો હતો. ગાયકવાડી જમાનાની પાણીની લાઈન ચાર દરવાજા વિસ્તારમાં નાખવામાં આવી હતી, પરંતુ આજે પણ આ લાઇનમાં પાણી લીકેજ ઘટના ભાગ્યે જ બની રહી છે ત્યારે પાલિકાએ નાખેલી પાણીની લાઈનમાં ભંગાણ પડી રહ્યા છે અને તેના કારણે લાખો લિટર પાણી વેડફાઇ જાય છે.

પાલિકાના બજેટમાં પાણીની લાઈનની મરામત માટે વર્ષે 20 થી 30 લાખ રૂપિયાના ખર્ચની જોગવાઈ કરવામાં આવે છે અને ચાલુ નાણાકીય વર્ષમાં પણ આ ખર્ચો 30 લાખ રૂપિયા રાખવો તેવી બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ સંજોગોમાં શહેરના પૂર્વ વિસ્તારમાં જ પાણીની લાઈનમાં છાશવારે ભંગાણ પડી રહ્યા છે અને છેલ્લા 9 મહિનામાં જ 20 ભંગાણ એકમાત્ર સરદાર એસ્ટેટના પાછળના વિસ્તારમાં પડ્યા છે અને સમગ્ર વિસ્તાર એક જ વૉર્ડમાં આવી રહ્યો છે. પાણીમાં પડતું લીકેજ સામાન્ય રીતે ચાલુ હોય તો 5 થી 10 હજારની શકે છે અને જો મોટું હોય તો આ ખર્ચો 50 હજારે પણ પહોંચી રહ્યો છે.

સ્કાડા : પ્રેશર ખબર પડશે લીકેજ નહીં
આ પ્રોજેક્ટથી પાણીના પ્રવાહ, જથ્થો તેમજ પ્રેશરનું સતત મોનિટરિંગ થશે. તમામ વિસ્તારોમાં પાણીનું એક સમાન વિતરણ કરાશે અને લીકેજની ઝડપથી ઓળખ કરવી શક્ય બનશે. પાણીની ગુણવત્તા અને ક્લોરિનેશન કેટલું છે તેનું મોનિટરિંગ કરી શકાશે. પાણીની માત્રામાં થતાે ઘટાડો એટલે નોન રેવન્યુ વોટર લોસનો અંદાજ મળશે.

શા માટે પડે છે વારંવાર ભંગાણ?
પાલિકા તરફથી જે પાણીની લાઇન નાખવામાં આવે છે તે આડેધડ નાખવામાં આવે છે અને તેમાં ઘણી વખત પ્રેશર ટેસ્ટ કર્યા વગર પાઇપલાઇન નાખવામાં આવે છે. પાલિકા દ્વારા કાસ્ટ આયર્નની પાઈપ આપવામાં આવે છે, પરંતુ ઘણા સ્લમ વિસ્તારમાં પીવીસીનું મટિરિયલ વાપરવામાં આવી રહ્યું છે અને તેમાં સહેજ પણ પ્રેશર વધે તો સીધાં કાણાં પડી જતા હોય છે અને ઘણી વખત ડ્રેનેજ મિશ્રિત પાણી આવે છે ત્યારે લાઈન મરામતમાં કાળજી રાખવામાં આવતી નથી અને તેથી લીકેજ થાય છે.

9 મહિના દરમિયાન પૂર્વ વિસ્તારમાં ક્યાં ક્યાં લીકેજ ?

 • જાન્યુઆરી: સરદાર એસ્ટેટ પાછળ, ખોડિયાર નગર ચાર રસ્તા પાસે.
 • ફેબ્રુઆરી: કમલા નગર તળાવ પાસે, ન્યૂ વીઆઇપી રોડ, ખોડિયાર નગર પાસે
 • માર્ચ: ચામુંડા નગર આજવા રોડ, રામ પાર્ક વોર્ડ નં.9ની સામે, એકતા નગર ચાર રસ્તા, વુડાના મકાન પાસે
 • મૅ: પૂજા પાર્ક સોસાયટી રોડ, પાંજરાપોળ રોડ
 • જૂન: શ્રી હરિ ટાઉનશિપ રોડ, સયાજી ટાઉનશિપ રોડ, સરસ્વતી કોમ્પ્લેક્સ રોડ
 • જુલાઈ: કિશનવાડી રોડ, શ્રી હરિ ટાઉનશિપ રોડ, મસાલા મિલ રોડ
 • સપ્ટેમ્બર: કિશનવાડી રોડ, એકતા નગર ચાર રસ્તા, પારસમણી સોસાયટી રોડ
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો